મોસાલી વીજ સબસ્ટેશન ખાતે આજે ફરી ૬૬ કેવી ટીસીમાં ખામી સર્જાતા ૪૦ ગામોનો વીજપુરવઠો અઢી કલાક બંધ રહ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે જેટકો દ્વારા ૬૬ કેવી વીજ સબસ્ટેશન ઉભું કરવામાં આવેલું છે. આ સબસ્ટેશન ખાતે ત્રણ ૬૬ કેવીની ક્ષમતા ધરાવતા ટીસી મૂકી એમાંથી માંગરોળ તાલુકાનાં ૬૦ કરતાં વધુ ગામો નાં વીજ ગ્રાહકોને તથા ખેતીવિષયક ગ્રાહકોને તેર એચટી ફીડરો ઉભા કરી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.આજે તારીખ ૧૬ મી નવેમ્બરનાં સવારે નવ વાગ્યાની આસપાસ એકા એક આ વીજ સબસ્ટેશનનું બે નંબરનાં ટીસીમાં કંઈક ખરાબી ઉભી થતાં આ ટીસી માંથી તાલુકા મથક માંગરોળ નો માંગરોળ ટાઉન ફીડર સહિત કુલ પાંચ એચટી વીજ ફીડરો ઉભા કરી આશરે ૪૦ જેટલાં ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એ તમામ ગામોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.આ બનાવ બનતાં માંગરોળ DGVCL કચેરી નાં જુનિયર ઈજનેર કેતનભાઈ પટેલ સબસ્ટેશન ખાતે પોહચી ગયા હતા અને જેટકોની ટીમને જાણ કરતાં ટીમ મોસાલી ખાતે આવી બે નંબરનાં ટીસી ઉપર નો કેબલ અન્ય ટીસીમાં જોડી અઢી કલાક બાદ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.અત્રે યાદ આપવું જરૂરી છે કે એક અઠવાડિયા અગાઉ આજ ટીસીમાં રાત્રી દરમિયાન ધડાકા સાથે કેબલ સળગી જતાં ત્રણ કલાક બાદ વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેટકોની ટીમે આ ટીસીની મરામત કરી ફરી શરૂ કર્યું હતું.આમ એક જ અઠવા ડિયામાં બીજીવાર ખામી ઉભી થવા પામી છે.ત્યારે સુરત ખાતે આવેલી DGVCL ની કોપરેટ કચેરીનાં અધિકારીઓ આ ટીસી માં વારંવાર ખરાબીક્યાં કારણો સર આવે છે એની ટેકનીકલ સ્ટાફ પાસે ચેક કરાવે એવી માંગ ગ્રાહકોએ કરી છે.આજે નવા વર્ષનાં પ્રારંભ માં જ આ ટીસીમાં ખામી ઉભી થતાં ગ્રાહકો કહી રહ્યા છે કે હવે આખું વર્ષ આવું જ જશે.