બોરખડી ગામ પાસેથી DYSPની ટીમે બંધ પડેલ હોટલમાં ડીઝલનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા ડીવાયએસપીની ટીમે બંધ હોટલમાં ગેરકાયદેસર ડીઝલ વેચતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ તાપી જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગની ટીમે સુરત -ધુલિયા નેશનલ હાઈવે પર વ્યારાનાં બોરખડી પાસે બંધ પડેલ ભારતી હોટલમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર ડીઝલનું વેચાણનું રેકેટ ઝડપી પડ્યું હતું. પોલીસને હોટલમાંથી અંદાજીત 75 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો છે. પ્રાંત અધિકારી સહિત જિલ્લા પુરવઠા અધિકારી તેમજ FSLની ટીમ દ્વારા સ્થળ પર વધુ તપાસ હાથ ધરવામા આવી હતી. હાઈવે ઉપર આવતી જતી ટ્રકો માંથી ડ્રાઇવરના મેળાપીપણામાં ડીઝલ ચોરી લઈ છૂટક વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે 75 લી. ડીઝલ તેમજ ટાટા 207 ટેમ્પો મળી કુલ 3,20,265 રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે અંગે વ્યારા પોલીસ મથકે ચાર ઈસમો ઉપર ગુનો નોંધાયો છે.