માંગરોળ તાલુકાનાં ખેડૂતોનાં વિજપ્રશ્નો ઉકેલવાની હૈયાધરપત આપતાં, DGVCLની સુરત કોપરેટ કચેરીનાં અધિકારી : માંગરોળ કચેરી ખાતે યોજાયેલી બેઠક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં સમયથી માંગરોળ, DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ખેડૂતોનાં ખેતીવિષયક વીજ જોડાણો ઉપર અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. સાથે જ કેટલીક ખેતીવિષયક વિજલાઈનના વિજતારો ચોરીને લઈ જવાના બનાવો સામાન્ય બની ગયા છે.મોટાભાગની ખેતીવિષયક વિજલાઈનો વર્ષો જૂની હોય,વારંવાર ખેતીવિષયક વિજલાઈનો પર ફોલ્ટ ઉભા થઇ રહ્યા છે. ખેડૂતોને માત્ર આંઠ થી બાર કલાક વીજ પુરવઠો આપવામાં આવે પણ જર્જરીત વિજ લાઈનોને પગલે પુરા આંઠ કે બાર કલાક વીજ પુરવઠો મળતો નથી.આ પ્રશ્ને માંગરોળ તાલુકા ખેડૂત સમાજનાં પ્રમુખ ઈંદ્રિસભાઈ મલેકની આગેવાનીમાં ખેડૂતોનું એક પ્રતિ નિધિ મંડળ સુરત ખાતે આવેલી DGVCL ની કોપરેટ ઓફીસ ખાતે ગયું હતું.પરંતુ કોપરેટ ઓફીસ ખાતે નક્કી કરાયું કે એક અધિકારી માંગરોળ, DGVCL કચેરી ખાતે આવી તાલુકાનાં તમામ ખેડૂતોને સાંભળી જે પ્રશ્નો હશે તે હલ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.એમ જણાવાયું હતું.જેનાં ભાગરૂપે કોપરેટ ઓફીસના ચીફ ઈજનેર મહેશભાઈ સુરતી માંગરોળ, DGVCL કચેરી ખાતે આવ્યા હતા.અને તાલુકાનાં ખેડૂતોનાં ખેતીવિષયક વીજ પ્રશ્ને જે પ્રશ્નો ખેડૂતોએ રજૂ કર્યા હતા.જેની નોંધ કરી, અધિકારી મહેશભાઈ સુરતીએ ખેડૂતોને હૈયાધરપટ આપી કે ટૂંક સમયમાં રજૂ કરાયેલા પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવામાં આવશે.ખાસ કરી જે વિજતારો ચોરાયા છે.તે ત્વરીત નવા નાંખવા, દિવસે ખેડૂતોને ૧૨ કલાક વીજપુરવઠો આપવો, ખેતીવિષયક વિજલાઇનોનું સ્મારકામ કરાવવું વગેરે પ્રશ્નોનો સમા વેશ થાય છે.સાથે જ તાલુકા મથક માંગરોળને વીજ પુરવઠો આપવા માટે માંગરોળ, ટાઉન્ડ વીજફીડર ઉભો કરવામાં આવેલો છે.પરંતુ આ ફીડરનું સ્મારકામ કરવા રજુઆત કરાઈ હતી.આ પ્રશ્ને અધિ કારી શ્રી સુરતીએ માંગરોળ, DGVCL કચેરીનાં અધિ કારી નયન ચૌધરી ને આ પ્રશ્ને આ લાઈનનું પેટ્રો લીંગ કરાવી જે કામ કરવા જેવું હોય તેની યાદી બનાવી સમગ્ર ટાઉન ફીડરનું સ્માર કામ કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે ઈંદ્રિસભાઈ મલેક, ચંદુભાઈ વસાવા, શશીકાંત પટેલ, શાબૂદીન મલેક, રૂપસિંગભાઈ ગામીત, દિલાવરભાઈ, ગુરજી ભાઈ વગેરે ઓ હાજર રહ્યા હતા.જ્યારે માંગ રોળ, વીજ કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર નયન ભાઇ ચૌધરી, જુનીયર ઈજનેર શ્રી પટેલ હાજર રહ્યા હતા.