માંગરોળ તાલુકા કોગ્રેસે, સમુલ ડેરીએ કીલો ફેટે ૨૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એ પરત ખેંચવાની માંગ સાથે મામલતદારને આપેલું આવેદનપત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાજેતરમાં સુમુલ ડેરીનાં ચૂંટાયેલા ડિરેક્ટરોની મળેલી એક અનૌપચારિક બેઠકમાં પશુપાલકોને કીલોફેટે ૬૯૫ રૂપિયા ચુકવવામાં આવતાં હતા, એમાં કીલોફેટે ૨૦ રૂપિયાનો ઘટાડો કરી, કીલોફેટે ૬૭૫ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુમુલ ડેરીના બે લાખ, પચાસ હજાર પશુપાલકોને વાર્ષિક ૬૭ કરોડ રૂપિયાનું નુકશાન થશે. આ પ્રશ્ને માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળના મામલતદાર ને એક આવેદનપત્ર પેશ કરી,જે ઘટાડો કરવામાં આવ્યો છે. એ પરત ખેંચવા માંગ કરી છે.રાજ્યનાં મુખ્યમંત્રીને સંબોધીને તૈયાર કરાયેલા આ આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે કોરોનાં મહામારીને પગલે પ્રજા આર્થિક રીતે અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે સુમુલ ડેરીએ કોઈ પણ કારણ વીનાં જે ઘટાડો કરવામાં આવ્યો છે. જેનો સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો સખ્ત વિરોધ કરે છે. સાથે જ આ ભાવ ધટાડો પરત ખેંચવા માંગ કરે છે. સમગ્ર રાજ્યમાં કુલ ૨૧ સંઘો કાર્યરત છે. એમાંથી માત્ર સુમુલ ડેરી સંઘે જ ભાવ ધટાડો કર્યો છે. બીજી તરફ સરકાર ધધા-રોજગાર માટે રાહત પેકેજ જાહેર કરે છે. ત્યારે બીજી તરફ સુમુલ ડેરી દિવાળીના તહેવાર નિમિતે બોનસ રૂપે ઘટાડો કરી શોષણ કર્યું છે. સુમુલમાં સૌથી વધુ એટલે કે ૮૦ ટકા પશુપાલકો આદિવાસીઓ છે.ત્યારે આ ભાવ ધટાડો પરત ખેંચવા માંગ કરી છે.આ પ્રસંગે સર્વશ્રી રમણભાઈ ચૌધરી (માજી પંચાયત મંત્રી), શામજીભાઈ ચૌધરી(પ્રમુખ, માંગરોળ તાલુકા કોગ્રેસ), બાબુભાઇ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત, ઈંદ્રિસભાઈ મલેક, શાબુંદીન મલેક, અકબર જમાદાર, ગૌરાંગ ચૌધરી, ગુરજીભાઉ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other