સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદાવી ઊંડી ખીણમાં ખાબકી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે સંગમનેર થી અમદાવાદ કપાસનો જથ્થો લઇ જઇ રહેલા ટ્રક ની અચાનક બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદાવી ઊંડી ખીણ માં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ સતત વાહન વ્યવહાર થી ધમધમતો સાપુતારા માલેગામ રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો તીવ્ર વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઇ ગયો છે. અહીં હાઇવે ઓથોરિટી એ અકસ્માત નિવારવા તાજેતરમાં જ સંરક્ષણ દિવાલ નિર્માણ કરવામાં આવી છે. તેમ છતાં અકસ્માત બંધ થવાને બદલે વધી જતા વાહન ચાલકો માં ભયની લાગણી પ્રસરી જવા પામી છે. રવિવારે મળસ્કે સંગમનેર મહારાષ્ટ્ર થી અમદાવાદ કપાસનો જથ્થો લઈ જઈ રહેલ ટ્રક ન M H 18 BG 7021 ની માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પર અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદી ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને પગલે ચાલક ક્લીનરને ઇજા પહોંચતા 108 દ્વારા સામગહન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.