ગિરિમથક સાપુતારા ખાતે શિયાળાની ફુલગુલાબી ઠંડી સાથે પ્રવાસીઓ વિકેન્ડમાં મનભરી કુદરતી સૌંદર્ય નિહાળી યાદગાર સંભારણું બનાવી રહ્યા છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : એક તરફ કોરોના કહેરમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે શિયાળાની ફુલગુલાબી ઠંડીની દસ્તક થી સહેલાણીઓ ને વિકેન્ડની મોજ માણવા ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. સાપુતારા ના હાર્દ સમાં નૌકાવિહાર, સાહસિક ઇવેન્ટ પેરાગલાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટી સાથે ગવર્નર હિલ પર આથમતા સૂર્યનું નયનરમ્ય નજારો સાથે ઊંટ, ઘોડા સવારી ને પ્રવાસીઓ મનભરીને માણી રહ્યા છે. શનિ રવિવાર ના વિકેન્ડ માં દક્ષિણ ગુજરાત સહિત મુંબઇ,રાજસ્થાન, મધ્યપ્રદેશ ના પ્રવાસીઓ પણ હવે ધીરેધીરે ગિરિમથક સાપુતારા નો આહલાદક વાતાવરણ માણવા ઉમટી રહ્યા છે. સની રવિવારે પ્રવાસીઓ માટે દિવસભર ઠંડાગાર સુસવાટા મારતા પવનોની લહેર સાથે ચારેય દિશામાં લિલીછમ હરિયાળીથી શોભતા પર્વતો જાજરમાન બની દિપી ઉઠ્યા હતા.