દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવાની સરકારની જાહેરાત બાદ આંઠ માસથી બંધ શાળાઓની ઇમારતોનું સમારકામ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે છેલ્લા આંઠ માસથી બંધ શાળાઓ, હવે દિવાળી વેકેશન બાદ શરૂ કરવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.જો કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે. જેથી શાળાઓ સંપૂર્ણ બંધ થઈ છે. ત્યારે છેલ્લા આંઠ માસથી બંધ કેટલીક શાળા ઓની ઇમારતો અને વર્ગખડો ની હાલત બગડી જવા પામી છે.ત્યારે આવી શાળાઓની ઇમારતો અને વર્ગ ખડોની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. માંગરોળ તાલુકાના મોસાલી ગામે સુરત જિલ્લા પંચા યતની શિક્ષણ સમિતિ સંચાલિત અપર પ્રાથમિક શાળાની ઇમારતનું સમગ્ર ફ્લોરિંગ, દિવાલોનું પ્લાસ્ટર, ધાબા ઉપર પીસીસી નું કામ, વર્ગખડોનું ફ્લો રિંગ કામ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોસાલી પ્રાથમિક શાળા મોટી પ્રાથમિક શાળા છે. આ શાળામાં આસપાસના ગામોમાંથી પણ અનેક વિધ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.