રાજ્ય પ્રા.શિક્ષક સંઘની ચૂંટણીમાં વર્તમાન પેનલની હેટ્રિક સાથે ભવ્ય જીત

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ગુજરાત રાજ્યનાના કર્મચારીઓના સંગઠનમાં સૌથી મોટું એવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારનું આગામી ત્રણ વર્ષ માટે ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં તમામ જિલ્લા પ્રા.શિ. સંઘના પ્રમુખ, મંત્રી અને રાજ્ય પ્રતિનિધિ મળી કુલ ૫૦૧ મતદારો પૈકી ૪૯૭ મતદારો એ ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે યોજાયેલ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ડાંગ જિલ્લા માંથી જિલ્લા પ્રા.શિ. સંઘના પ્રમુખ ધનજરાવભાઈ ભોયે મહામંત્રી રણજીતભાઈ એમ.પટેલ, ખજાનચી છાયાબેન સી.પટેલ, રાજય કારોબારી રામચંદ્રભાઈ ભોયે, હિમ્મતભાઈ, પરિમલસિંહ પરમાર, મીનાક્ષીબેન પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીના મતદાનની મત ગણતરી દરમ્યાન કોર્ટ મેટરના કારણે ૪૦ મત અલગ રાખતા એ મતો બાદ કરતા બાકી ના મતો પૈકી ના મતોની ગણતરી કરતા ફરી પાછી વર્તમાન પેનલના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા નો ૫૪ મતે વિજય થયો હતો અને મહામંત્રી તરીકે સતિષભાઈ પટેલ નો ૨૮ મતે વિજય થયો હતો. અને પરિવર્તન પેલનના ઉમેદવાર ગીરીશભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ ગોહેલ ને સતત બીજી વાર કારમી હાર મળી હતી. વિજેતા પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર સમયમાં સૌના સહકારથી શિક્ષકોના પડતર પ્રશ્નો માટે પુરા પ્રયત્નો કરશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. પરિણામ જાહેર થતાની સાથે જ સમર્થકો દ્વારા હાર પહેરાવી ગુલાલ ઉડાળી વિજય ઉત્સવ ઊજવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other