સુમુલ ડેરી સુરતમાં અમૂલ ગોલ્ડ દૂધ બે રૂપિયા વધુ લઈ વેચતાં, યુથ કોગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી, સાત દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા કરાયેલી માંગ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સહકારી સંસ્થા સુમુલડેરી દ્વારા સુરતમાં અમૂલગોલ્ડ દૂધની ૫૦૦ એમ એલ દૂધની થેલી ઉપર રાજ્યનાં અન્ય સ્થળો કરતાં એક રૂપિયો વધુ લેવામાં આવે છે. આવા આક્ષેપ સાથે આજે તારીખ ૪ નવેમ્બરનાં સુરત યુથ કોગ્રેસ દ્વારા સુરતનાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજુઆત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે સુરત સિવાય સમગ્ર રાજ્યમાં અમુલગોલ્ડ દૂધ ૫૦૦ એમ એલ ૨૮ રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે આ દૂધનું પેકીંગ સુમુલડેરી ખાતે જ થાય છે છતાં સુરતવાસીઓ પાસેથી ૫૦૦ એમ એલ ના ૨૯ રૂપિયા લેવામાં આવે છે. આ દૂધ સુરતમાં દરરોજ ૬ લાખ, ૫૦ હજાર લીટર વેચાય છે. જેથી દરરોજ સુરતવાસીઓ પાસેથી સુમુલડેરી ૧૩ લાખ રૂપિયા વધુ પડાવી રહી છે. વાર્ષિક આ આંક ૪૬ કરોડ અને ૮૦ લાખ રૂપિયા થાય છે. આમ સુરતવાસીઓ વર્ષે રાજ્યનાં અન્ય વિસ્તારો કરતાં ૪૬.૮૦ કરોડ રૂપિયા વધુ ખર્ચી રહી છે. યુથ કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ વધારાના નફાના ભાગીદારો કોણ કોણ છે? એ પણ એક તપાસનો વિષય બન્યો છે. એમણે ચિમકી ઉચ્ચારી છે કે દિન સાતમાં આ વધારાનો જે ભાવ લેવામાં આવે છે. એ બંધ ન કરાશે, તો યુથ કોગ્રેસ સુમુલડેરી ને ઘેરાવ કરશે.