સુરત જિલ્લા પંચાયત દ્વારા રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે કુલ ૩૦ ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે કુલ ૩૦ ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી થઇ છે, જેના થકી આશરે ૬૦ હેકટર જમીનમાં પરોક્ષ સિંચાઈ શક્તિ ઉત્પન્ન થઈ છે તેમજ રૂ.૧.૪૩.કરોડના ખર્ચે કુલ ૧૧૧ પાઈપલાઈનના કામો કરવામાં આવ્યા છે. જેનાથી ૨૨૨ હેકટર વિસ્તારમાં સિંચાઈશકિત ઉત્પન્ન થઈ છે. કેનાલના સીપેજ-લીકેજ વેસ્ટેજ રૂપે દરિયામાં વહી જતાં પાણીમાંથી તથા હયાત પાણીના સ્ત્રોતમાંથી ખેડૂતો પોતાના પંપથી આ પાઈપલાઈન દ્વારા સિંચાઈ કરે છે. યોજના થકી આ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજી, ડાંગર અને અન્ય સીઝનલ પાકો લેતા થયા છે. આમ, ગ્રામીણ ગુજરાતની સમૃદ્ધિમાં સિંચાઈની ઉમદા વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાનું કાર્યપાલક ઇજનેર, સુરત, જિલ્લા પંચાયતે જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *