ઉચ્છલ પોલીસે બેડકી નાકા ઉપરથી દસ અબોલ પશુઓને કતલખાને જતાં બચાવ્યા: એક ઝડપાયો, એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ઉચ્છલ પોલીસે આજરોજ બેડકી નાકા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા દસ અબોલ પશુઓને ઉગારી લઈ એકને ઝડપી લીધો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઉચ્છલ પોલીસે તા. 01 નવેમ્બરનાં રોજ રાત્રિના 2:30 વાગ્યાનાં અરસામાં ઉચ્છલનાં બેડકીનાકા પોલીસ નાકા પોઇન્ટ ઉપરથી અલીમભાઇ મુસાભાઇ સિંધિ ઉ.વ .૨૭ રહે.કામરેજ નવાગામ દાદા ભગવાન મંદીરની સામે તા.કામરેજ જી . સુરત મુળ રહે.દેરાસર ગામ તા.રામસર જી.બાડમેર ( રાજસ્થાન ) ને તેઓના કબ્જાનો ટાટા ટેમ્પા નં . GJ – 19 U -2986 માં ભેંસ નંગ -૧૦ કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – તથા કિ.રૂ .૩,૦૦,૦૦૦ / -ના ટાટા ટેમ્પા માં પશુઓને ખીચોખીચ ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની સગવડ વિના લઇ જતાં અને ગુજરાત રાજયના ક્રુષિ અને સહકાર વિભાગ , ગાંધીનગના તા .૨૨ / ૧૦ / ૨૦૧૩ ના હુકમ ક્રમાંક એલવીએસ / ૧૦ / ૨૦૧૦ / ૪૯૯૨ / ૫.૧ થી રાજયમાંથી ભેંસો તેમજ અન્ય દુધાળા પશુઓની રાજય બહાર નિકાસબંધ હોવાથી રાજય સરકારશ્રીની મંજુરી મેળવી રાજય બહાર પશુઓના પરિવહન માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઇ જતાં પોલીસનાં હાથે પકડાઇ ગયા હતાં. જે અંગે ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેમજ સિકંદરખાન સુભાનખાન અલીસર રહે.કામરેજ નવાગામ દાદા ભગવાન મંદીરની સામે તા.કામરેજ જી . સુરતનાઓએ તેઓના તબેલામાંથી તેઓના ટાટા ટેમ્પામાં ભેંસો ભરાવેલ હોય તેને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરાયો છે.