તાપી : આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત વ્યકિતઓ/ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનીયાએ એક જાહેરનામા દ્વારા સહાયક પ્રાદેશિક વાહન વ્ય્વહાર અધિકારીની કચેરી,વ્યારા ખાતે કે જયાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા લાયસન્સ સબંધિત વાહનોની નોંધણી, ટેક્ષ ભરવા સહિતની વાહન સબંધિત કામગીરી માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્યા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જનતા/અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યમકિતઓ/ઇસમોના પ્રવેશ ઉપર તા.૨૮/૧૨/૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.