વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજનાં પ્રાણીશાસ્ત્ર વિભાગનું ગૌરવ
સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલની વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જૈનબ ઇસાકખાન પઠાણ સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી સ્નાતક કક્ષાનાં ત્રીજા વર્ષની પરીક્ષામાં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ૯.૬૪ CGPA સાથે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડમૅડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારતા કોલેજના આચાર્યશ્રી ડૉ.પાર્થિવ ચૌધરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત પ્રાણીશાસ્ત્ર વિષયનાં મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે ફરજ બજાવતા ડૉ. રાજેશ સેનમા દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વધુમાં જણાવ્યુ હતુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯માં પણ કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિભાગમાં વિદ્યાર્થીઓએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યા હતાં.છ વર્ષમાં આ વર્ષે ત્રીજી વખત ગોલ્ડમેડલ પ્રાપ્ત કરતાં સમગ્ર કોલેજ પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.કોલેજે મેળવેલી આ સિદ્ધી અગાઉનાં સમયમાં કાર્ય કરી ગયેલા પ્રાધ્યાપકો તેમજ હાલમાં ફરજ બજાવી રહેલા ડૉ.એચ.વી.જોશી, ડૉ.પુષ્પા શાહ, મુબીના આઝમ, જીગર પટેલ,શિતલ પટેલ, સેજલ પટેલ અને નિતેશ ચૌધરી અને સમગ્ર કોલેજ પરિવારને ફાળે જાય છે.
આગામી સમયમાં પણ પ્રાણીશાસ્ત્ર વિભાગ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું.