વઘઈ નગરમાં બકરા ચોર ગેંગને ઝડપી પાડી લોકો મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ વઘઇ નગરમાં છેલ્લા બે મહિનાથી બકરા ચોર ગેંગ સક્રિય થઇ હોવાની પશુપાલકોમાં ફરીયાદ ઉઠવા પામી છે અગાઉ તા.08.10.20 ના રોજ વઘઇ નગરના પશુ પાલકના આઠ બકરા ચોરી થયા હોવાની ધટના પ્રકાશમાં આવી હતી. એની ફરીયાદ વઘઇ પોલીસે નોધાયા હતી જે બકરા ચોરીની ફરીયાદના આધારે વઘઇ પોલીસે મુખ્ય માર્ગ લાગેલા સીસી કેમેરાના ફૂટેજ ચેક કરતા બકરા ચોર ગેંગ કારમાં આવી બકરા ચોરી લઇ જતા હોવાનુ સામે આવુ હતુ. જે બાદ બકરા ચોર ગેંગ ને ઝડપી પાડવા ના વઘઇ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જયારે ફરી બકરા ચોર ગેંગ વઘઇ નગર સક્રિય બની હોવાની જાણ પશુ પાલકો ને થતા બકરા ચોર ગેંગ ને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી અને બપોરે બે ત્રણ વાગ્યે ના ગાળા મા બકરા ચોર ગેંગ વઘઇ ખેતીવાડી ઉત્પાદન સમિતિ માં બકરા ચોરી ને અંજામ આપતા પશુપાલકો ના હાથે રંગેહાથે ઝડપાઇ જતા બકરા ચોર ગેંગ ને લોકો મેથીપાક ચખાડી પોલીસ ને હવાલે કર્યા હતા જયારે વઘઇ પોલીસે બકરા ચોરી માટે ઉપયોગ માં લેવાએલી સિફટ કાર નંબર GJO4 AY 0155 નો કબજો મેળવી બકરા ચોરી માં પકડાયેલા આરોપી (1) મુસ્તાક ગુલાબ કુરેશી ઉ. 35 મખમલાબાદ નાશિક (2) મોહમ્મદ તોગીર અમીન મનસુરી મખમલાબાદ નાશિક મુળ રહે બિહાર (3) શોયેબ રજા શેખ રહે દોદેમાળ નાશિક ના ઓને પૂછપરછ કરતા અગાઉ વઘઇ નગર માંથી પશુપાલકો ના ૦૮ બકરા ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી જે ત્રણ આરોપી વિરૂદ્ધ વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.