કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા લસકાણા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા, લસકાણા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગઈ છે.વાર્ષિક સાધારણસભા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષ તામાં રાખવામાં આવી હતી. પ્રમુખ ભરતસિંહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારના તેજસ્વી સંતાનો કે જેઓએ સારા ગુણ સાથે પરીક્ષા પાસ કરી હતી, તેમને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સભાની કાર્યવાહી આગળ ધપાવતા મંડળીના મંત્રી ગોવિંદ ભાઇ પટેલે ગત સાધારણસભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી તેને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી.ત્યાર બાદ છેલ્લા હિસાબ તપાસણી નોંધ વાંચન માં લેવામાં આવી હતી. વ્યવસ્થાપક સમિતિએ મંજૂર કરેલા ૨૦૧૯/૨૦૨૦ ના વર્ષની તારીજ,સરવૈયુ નફા ટોટા તથા નફાની વહેંચણીની જાહેરાત કરવામાં આવી હતી. જેને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ પેટાનિયમોમાં કરવામાં આવેલા સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. મંડળીના હાથ ઉપર રાખવાની સિલકની મર્યાદા નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ શેરભંડોળની મર્યાદા વધાર વાની રજૂઆત કરવામાં આવી હતી .સભાની કાર્ય વાહી આગળ ધપાવતા મંડળીના પ્રમુખ ભરતસિંહ મોરીએ પોતાના ઉદબોધનમાં ઝડપી કામગીરી અને ત્વરિત ધિરાણ જેવી મંડળીની કાર્યશૈલી નો પરિચય આપ્યો હતો,તેમણે પોતાની ટીમના તમામ સભ્યોને અવિરત સહકાર અને સમયની પરવા કર્યા વીનાં નિરંતર કામગીરી બદલ બિરદાવ્યા હતા.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સિરાજભાઈ મુલ તાનીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. જેમાં મંડળી ની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. મંડળીના હકારાત્મક અભિગમ અને દૂરદર્શિતાનો તેમણે પરિચય કરાવ્યો હતો.સાથે જ મંડળીના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાધારણ સભાને સફળ બનાવવા મંડળીના પ્રમુખ ભરતસિંહ મોરી મંત્રી ગોવિંદભાઇ પટેલ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મિલનકુમાર પટેલ, મનીષભાઈ કડછી સહિત તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાધારણ સભામાં રાજ્યસંઘનાં ઉપ પ્રમુખ રીના બેન રોઝલીન, દિનેશભાઇ સોલંકી, કાન્તી ભાઈ પટેલ ,યાસીનભાઈ મુલતાની, અરવિંદભાઈ પટેલ, સાગર ભાઇ ચૌહાણ , કાનજીભાઈ વેકરીયા વગેરેઓએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો . ઉપરાંત BRC-CRCઓ કામરેજના કેન્દ્ર શિક્ષકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે મિલનકુમાર પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાનજી ભાઈ વેકરીયા તથા પુષ્કરભાઈ પાંડવે કર્યું હતું.