સાયણ સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સિઝનનો વિધિવત પ્રારંભ

Contact News Publisher

ચાલુ વર્ષે શેરડી પિલાણ સિઝનમાં 11  લાખ ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક

(મહેન્દ્રસિંહ માંગરોલા દ્વારા, ઓલપાડ)  :   દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સુગર ફેકટરી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીએ વર્ષ 2020- 21 માટે શેરડી પિલાણ  સિઝનનો શુભારંભ કર્યો હતો ,જ્યારે  ચાલુ પિલાણ સિઝનમાં  સુગર ફેકટરી 11  લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ કરવાનો  લક્ષ્યાંક સિધ્ધ કરવા કટીબધ્ધ હોવાનો પ્રમુખ રાકેશ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વિગત મુજબ સાયણ સુગર ફેક્ટરીએ આજે વિધિગત શેરડી પિલાણનો પ્રારંભ કરતા સુગર ફેકટરીના ઉપપ્રમુખ ડો.દેવેન્દ્ર પટેલ પાસે ભૂદેવે ફેકટરીના યાર્ડમાં,વજનકાંટા પાસે શાસ્ત્રવિધિ મુજબ કારખાના મશીનરીનું પૂજન કરાવી શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાયણ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન ડો.દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે અમારી સુગર ફેક્ટરી પાસે શેરડી પિલાણ સિઝનમાં 24,700 એકર નવી શેરડી તથા 13,100 એકર લામ રોપાણ મળી કુલ 37,800 એકર શેરડીનો ઉભો પાક છે.જેથી અમોએ ચાલુ શેરડી પિલાણ સિઝનમાં 11 લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ પુરૂં કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા કટિબદ્ધ  છે.તેમણે વધુ જણાવ્યું કે દ.ગુ.ની વિવિધ સુગર ફેક્ટરીઓમાં સાયણ સુગર ફેકટરી છેલ્લા ત્રણ વર્ષથી સભાસદોને પોષણક્ષમ ભાવ આપી રહી છે.આ પ્રસંગે સાયણ સુગરના એમ.ડી.પ્રવિણકુમાર પટેલે જણાવ્યું હતું કે સાયણ ફેકટરીના સભાસદોએ ચાલુ વર્ષે સને-2020 – 21  ની પિલાણ સિઝન માટે અત્યાર સુધીમાં 14,413 એકર નવી શેરડીનું વાવેતર કરેલ છે,જ્યારે હજુ પણ સભાસદો શેરડીનું વાવેતર કરી રહ્યા છે.આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરો પૈકી મુકુંદ પટેલ સહિત કર્મચારીઓ,સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other