તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  તાપીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ સમગ્ર તાપી જિલ્લામાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જે મુજબ તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૦૭:૦૦ કલાક પહેલા તથા સાંજે ૦૭:૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસાર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં. શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. આ હુકમ તાત્કાલિક અસરથી તા. ૨૮/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other