રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યારા નગર દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યારા નગર દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં વ્યારા નગરમાં સ્વામી વિવેકાનંદ રાત્રી શાખા દ્વારા વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મુખ્ય વકતા રાહુલભાઈ શિમ્પી (પ્રાંત પરિયોજના પ્રમુખ – ઘર્મજાગરણ વિભાગ) દ્વારા માં દુર્ગાના નવ સ્વરુપનું વર્ણન કરી જે રીતે આસુરી શક્તિનો સંહાર કરીને દેવો અને સૃષ્ટીનું રક્ષણ કર્યુ હતું. તેમ આજે દેશની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગરુત કરવા, સંગઠિત થવાની જરુર હોવાથી યુવાનો, બાળકો રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત બને તે માટે બાળ, તરુણોને એક કલાકની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જોડાવા આહવાન કર્યુ હતું. વિજયાદશમી ઉત્સવમાં બાળ અને તરૂણ સંવયસેવકો દ્વારા થયેલ રમત, યોગાભ્યાસની કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉત્સવ દરમિયાન મહાનુભાવો, સંવયસેવકો તથા ઉપસ્થિતજનો દ્વારા શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મહેરનોઝભાઈ જોખી – પ્રમુખ – વ્યારા નગર પાલિકા ઉપસ્થિત રહેલ અને માર્ગદર્શન આપેલ અને કેશવ પ્રભાત શાખામાં મુખ્ય મહેમાન નગર સંઘચાલકજી મહાવીરભાઈ જૈન તથા કાર્યક્રમમાં મુખ્ય વકતા કાંતીભાઈ ચોધરી – વ્યારા તાલુકા જાગરણ શ્રેણી સંયોજકનાએ માર્ગદર્શન આપવામાં આવેલ બંને કાર્યક્રમમાં શાખામ ચાલતી રમતો અને દંડ અભ્યાસ તેમજ યોગ અને સમતાનું નિર્દેશન કરવામાં આવેલ હતું. જેમાં બંને કાર્યક્રમમાં મુખ્ય શિક્ષક તરીકે કરણભાઈ રાણા અને મયુરભાઈ કટારીયા દ્વાર સંચાલન કરવામાં આવેલ હતું.