માંગરોળ તાલુકામાં ડાંગરની કાપણી શરૂ, જો જે ટેકાના ભાવો વધુ હોય, ખેડૂતોને આર્થિક લાભ સારો થશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ સાલે પાછળથી સારો વરસાદ પડતાં માંગરોળ તાલુકાના મોટાભાગના ગામોમાં ડાંગરનો સારો પાક થયો છે. હાલમાં ડાંગરનો પાક તૈયાર થઈ જવા પામ્યો છે. જેથી ડાંગરનો પાક કરનારા ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દેવામાં આવી છે. જો કે ચાલુ વર્ષે સરકાર તરફથી ડાંગરના ટેકાના ભાવ બહુંજ સારા જાહેર કર્યા છે. જેથી ચાલુ વર્ષે ખેડૂતોને ડાંગરના સારા ભાવ મળવાથી ખેડૂતોની આર્થિક રીતે ફાયદો થશે. તાલુકા મથક માંગરોળ ખાતે કૃષિ યુનિવર્સિટી, નવસારીનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં વૈજ્ઞાનિક પધ્ધતિ થી ડાંગરની વાવણી કરવામાં આવી હતી. આ ફાર્મ હાઉસ ખાતે ડાંગરનો પાક ખૂબજ સારો થયો છે. સાથે જ ડાંગરની કોલેટી પણ ખૂબ સારી થવા પામી છે. જો કે તાલુકાનાં અન્ય સ્થળોએ પણ અન્ય ખેડૂતોનો ડાંગરનો પાક સારો થવા પામ્યો છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઘણાં સમયથી ખેડૂતોને કહી રહ્યા છે કે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે. જે વાત ખરેખર સાચી છે. જે આ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ હાઉસ ખાતે જે ડાંગરનો પાક વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવાથી જે ફાયદા થયા છે. એનાં ઉપરથી સાબિત થાય છે.