માંગરોળના નવનિયુક્ત મામલતદાર ડી. સી. વસાવાનો સપાટો, દોઢ લાખનું ડીઝલ અને છ લાખનું ટેન્કર મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કર્યો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળના મામલતદાર તરીકે હાલમાં જ ડી. સી. વસાવાની નિમણુંક કરવામાં આવી છે. એમણે ચાર્જ લીધા બાદ પ્રથમ એક ડીઝલ ટેન્કર કીંમત છ લાખ અને ટેન્કરમાંનું ૧૮૫૮ લીટર ડીઝલ કિંમત ૧,૪૧,૨૦૮ મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સીઝર કર્યો છે. મામલતદાર અને કચેરીના સ્ટાફે તાલુકાનાં કઠવાડા ગામે એક ટેન્કર ચેક કરતાં માહિતી મળી કે નિલેશભાઈ એમ ઠાકોર જે જેઓ દસ્તાન ખાતે રહે છે. અને જલારામ કારટિંગ નામની એજન્સીના માલિક છે. એમણે ટાટા પ્રોજેકટ લીમીટેડ રુદ્રા કોસંબા સ્ટોર ખાતેથી જીજે-૧૯-એક્ષ-૨૯૩૩ મારફતે ત્રણ હજાર લીટર ડીઝલ ભરી ફોર બ્લેકોટ વર્ક પાનોલી ખાતે લઈ જવાના હતા. જેનું બીલ તારીખ ૧૪ મી ઓક્ટોબર ના રોજનું હતું. તથા તારીખ ૧૯ મી ઓક્ટોબર નાં રોજ ૩૬૦૦ લીટર ડીઝલ પાનોલી ખાતે લઈ જવાનું હતું. પરંતુ આ બીલ ઉપર આજની તારીખે તેઓ પોતાનાં વાહનોમાં ડીઝલ પુરૂ થઇ જવાથી, કઠવાડા, તાલુકા માંગરોળ ખાતે તારીખ ૨૪ મી ઓક્ટોબરના રોજ નીચે જણાવેલ ડીઝલના ચલણ ફાડેલા છે. પરંતુ તારીખ ૨૪ ની ઓક્ટોબરના રોજ ડીઝલની કોઇ બૂક રજૂ કરેલ નથી. ડીઝલ પોતાની ગાડીઓમાં ભરવાનું કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી કે એકક્ષપ્લોઝીવ લાયસન્સ મેળવેલ નથી. જેથી ૧૬૫૮ લીટર ડીઝલ, કિંમત ૧,૪૧,૨૦૮ અને ટેન્કર કિંમત છ લાખ મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કરવામાં આવ્યો છે.સુરત,કલેકટરશ્રી બીજો હુકમ ન થાય ત્યાં સુધી જીવા ફ્યુઅલ સેન્ટર, કોસંબાને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર ડી.સી. વસાવા, નાયબ મામલતદાર (પૂરવઠા વિભાગ)નાં ગીરીશભાઇ પરમાર અને કચેરીનો સ્ટાફ જોડાયો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *