નિઝર/ કુકરમૂંડા તાલુકાનાં ગામડાઓમાં શ્રીક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરોમાં દશેરાની ભવ્ય ઉજવણી
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર/ કુકરમૂંડા તાલુકાના આદિવાસી સમાજમાં કેટલીક પરંપરાઓ જે આદિકાળથી ચાલતી આવેલ છે તે આજના આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં પણ આદિવાસી સમાજના લોકો દ્વારા જાળવી રાખવામાં આવેલ છે.
આદિવાસી વિસ્તારના ગામડાઓમાં આવેલા પરમ પૂજયશ્રી ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના મંદિરોમાં ઘટસ્થાપના આજના દિવસે કરવામા આવે છે. નવરાત્રિના આરંભથી જ અહીના ભકતો તથા દરેક ગામડાઓના લોકો નવ દિવસ નવદાભકિત કરે છે, સતત નવ દિવસ ભક્તો અખંડ જ્યોત પ્રગટાવીને અને ઉપવાસન કરીને નવ દિવસ સુધી ઉપાસ રાખવામાં આવે છે. આજના દિવસ નિઝર /કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં વરઘડો નાચગાન સાથે આરતી પૂજા કરીને વિસર્જન કરવામાં આવે છે. સાંજના સમયમાં બને તાલુકાના ગામડાઓમાં મહા ભંડારા/પ્રસાદી આપીને જે પણ મહારાજ નવ દિવસ માટે ઉપવાસ કરે તેેેઓ આ પ્રસાદીનો ભોગ દેવોને ચડાવીને ઉપવાસ છોડવામાં આવે છે. કોટલીમાં ઉખાડ્યા મહારાજ અને નવા નેવાલામાં જગદીશ મહારાજ અને વાડીઘામ સંચાલિત સદગુરૂ શ્રીગોવિંદમાહરાજના હસ્તે સ્પથાપિત કરેલા નિઝર /કુકરમૂંડા તાલુકાના ગામડાઓમાં શ્રીક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરોમાં દશેરાની ભવ્ય ઉજવણી આજ કરવામાં આવેલ છે.