વ્યારાનાં પશુ હેરાફેરીનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. લેબજીભાઈ પરબતભાઈ બ.ન. ૬૮૦ તથા અ.હે.કો. સ્નેહલભાઈ ગોવિંદભાઈ બ.ન. ૬૫૮ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ બ.ન. ૩૯૧ તથા અ.પો.કો. કશ્યપભાઈ અમરસિંહ બ.ન. ૬૯૭ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે વખતે સાથેના અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ બ.ન. -૩૯૧ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વ્યારા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૯૦/૨૦૧૮ પશુઓ પ્રત્યેનો ઘાતકી પણા કાયદો ૧૯૬૦ ની કલમ 11 ડી,ઈ,એચ, તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬(ક), (1) (3) (૪) , ૮(2) તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ -૨૦૦૫ની કલમ ૪,૯ તથા સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ ૨૦૧૫ ના રુલ્સને ૧૨૫( ઈ ) મુજબના ગુના કામના નાસતા – ફરતા આરોપી નામે ( ૧ ) રફિકભાઇ કાલુભાઈ મુલતાની તથા ( ૨ ) આરીફભાઇ મહમદભાઇ મુલતાની બન્ને રહે. ઝખવાવતા માંગરોળ જી.સુરત મોજે વ્યારા સ્ટેશન રોડ પર નવા બસ સ્ટેશન પાસે ઉભા છે. જેમાં રફિકભાઇ કાલુભાઇ મુલતાની એ શરીરે સફેદ કલરનું હાફ બાઈનું શર્ટ તથા ભૂરા કલરનો પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર ભૂરા કલરનું માસ્ક પહેરેલ છે, તથા આરીફભાઇ મહમદભાઇ મુલતાનીએ શરીરે વાદળી કલરની ટી – શર્ટ તથા કાળા કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર લીલા કલરનું માસ્ક પહેરેલ છે. જેવી બાતમી મળતાં સાથેનાં પોલીસ સ્ટાફ તથા પંચોનાં માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબના ઇસમો મળી આવતા તેઓને કોર્ડન કરી સૌશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને સદર ઇસમો પૈકી એક ઈસમનું નામ પુછતા તેણે પૌતાનું નામ રફિકભાઈ કાલુભાઈ મુલતાની ઉ.વ. ૪૪ રહે. ઝંખવાવ મામા કળીયુ તા.માંગરોળ જી.સુરત જણાવતા તેને શરીરે જોતા શરીરે સફેદ કલરનું હાફ બાઈનું શર્ટ તથા ભુરા કલરની પેન્ટ પહેરેલ છે, અને મોઢા પર ભૂરા કલરનું માસ્ક પહેરેલ છે તથા પગમાં ચંપલ પહેરેલ છે. આ ઈસમની અંગ ઝડતી કરતા કોઇ ચીજવસ્તુ મળી આવેલ નથી તેના શરીરે જોતા કોઇ તાજા મારહાની કે ઇજાના નિશાન જણાઈ આવેલ નથી . બીજી ઇસમનું નામ પૂછતાં તેણે પોતાનું નામ આરીફભાઇ મહમદભાઈ મુલતાની ઉ.વ. ૩૨ રહે.ઝંખવાવે મુલતાની ફળીયુ તા.માંગરોળ જી.સુરત નો હોવાનું જણાવેલ સદર ઇસમે શરીર વાદળી કલરની ટી – શર્ટ તથા કાળા કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે , અને મૌઢા પર લીલા કલરનું માસ્ક પહેરેલ છે તથા પગમાં થેપલ પહેરેલ છે , મજકુર ઇસમની અંગ ઝડતી કરતા કોઇ ચીજવસ્તુ મળી આવેલ નથી તેના શરીરે જોતા કોઇ તાજા મારહાની કે ઇજાના નિશાન જણાઈ આવેલ નથી. આ બન્ને ઈસમોને વ્યારા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં .૯૦ / ૨૦૧૮ પશુઓ પ્રત્યેની ઘાતકી પણા કાયદો ૧૯૬૦ની કલમ 11 ડી,ઈ,એચ, તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬(ક), (1) (3) (૪) , ૮(2) તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ -૨૦૦૫ની કલમ ૪,૯ તથા સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ ૨૦૧૫ ના રુલ્સને ૧૨૫( ઈ ) મુજબના ગુના બાબતે પુછતાં તેઓએ ગુનાની કબુલાત કરતા હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીઓની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરવા તથા આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.