વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે ડીગ્રી વગર તબીબી પ્રેકટીસ કરતા બોગસ તબીબને ૦૬ માસની સજા ફટકારતી વઘઇ કોર્ટ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જીલ્લામાં પર પ્રાંતિય ડીગ્રી વગર તબીબી પ્રેકટીસ કરતા તબીબો ના પ્રમાણ માં સતત વધારો થઇ રહેલ છે જેમાં વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે રહેતા તપસભાઇ સુશાંતભાઇ વિશ્ર્વાસ કે જેઓ મુળ પ્રશ્ર્ચિમ બંગાળ ના છે અને વઘઇ તાલુકાના કાલીબેલ ગામે રહી ડીગ્રી વગર તબીબી પ્રેકટીસ કરતા હતા તેની બાતમીના આધારે વઘઇ પોલીસે તેઓ સામે ઇપીકો કલમ ૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ ની કલમ નં ૩૦.૩૩ તથા ૩૫ મુજબનો ગુનો નોંધી તપાસ ના અંતે વઘઇ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ. કેસ વઘઇની કોર્ટમાં ચાલી જતા સરકારશ્રી તરફે વિધ્વાન એપીપી શ્રી એચ. સી. બાગુલની ધારદાર દલીલો તથા પડેલ પુરાવાઓના મુલ્યાંકનના આધારે વઘઇ કોર્ટના જુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસ શ્રી વી. વી. જોશી એ આરોપી તપસ શુશાંત વિશ્ર્વાસ ને ઉપરોકત ગુનામાં કસુરવાર ઠરાવી ૦૬ માસની સાદિ કેદ તથા રૂ ૫૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૦૬ દિવસ ની સાદિ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે