ઉપરવાળાને ઓળખી શિક્ષણ કાર્ય કરવા શિક્ષકોને અનુરોધ કરતાં ર્ડો દિપક દરજી ઉચ્ચતર અને સળંગ નોકરીના ૧૨૫ કેસોનો સ્થળ ઉપર નિકાલ કરાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કામરેજ તાલુકાના CRC અને કેન્દ્ર શિક્ષકોની પ્રેરક માર્ગદર્શન તાલીમ ટીચર્સ સોસાયટી કામરેજ ખાતે રાખવામાં આવી હતી. તાલીમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો દિપક આર. દરજી, જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ હાજર રહ્યા હતા ર્ડો દિપક આર દરજીએ પોતાના પ્રવચનમા જણાવ્યું કે દરેક શિક્ષકોએ ઉપરવાળાને ઓળખીને શિક્ષણકાર્ય કરવા અનુરોધ કર્યો હતો, સ્પર્ધાત્મક યુગમા ખાનગી શાળાના બાળકો સરકારી શાળામા પરત ફરે તેવું શિક્ષણ કાર્ય કરવા જણાવ્યું હતુ, ઓનલાઇન શિક્ષણ કાર્યનુ સઘન મોનીટરીંગ કરી શિક્ષણની જ્યોત જલતી રાખવા હાકલ કરી હતી,ઉચ્ચતર પગાર અને સળંગ નોકરીના ૧૨૫ કેસોનો સ્થળ ઉપર નિકાલ કેમ્પ દ્વારા વહીવટી પ્રશ્નોનુ નિરાકરણ કરાયું હતું. જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે પણ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. હિસાબી અધિકારી ચૌધરી , શિક્ષણ શાખા સુરત વિનુભાઈ, ધર્મેશભાઈ, કામરેજ તાલુકાસંઘનાં પ્રમુખ અસ્વીનભાઈ પટેલ, મહામંત્રી સિરાજભાઈ મુલતાની, મોહનસિંહ ખેર, TPEO મનીષભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other