ડાંગ જિલ્લામાં પધારેલ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉમેદવારની જીતનો દાવો કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં પેટા ચૂંટણીને લઈ બન્ને પાર્ટીઓ મેદાનમાં છે. ત્યારે આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં સભા યોજાઈ હતી. આ સભામાં પાટીલે ભાજપ ઉમેદવાર ની જીતનો દાવો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં 3 નવેમ્બર નાં રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ મેદાનમાં છે. ચૂંટણી ના પ્રચાર પ્રશાર સંદર્ભે આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માં નારાજગી ધરાવનાર ધારાસભ્યઓએ રાજીનામું આપી દેતા ગુજરાત માં 8 પેટા ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ચોક્કસથી તેમનાં વિજેતા જીતશે એવો દાવો પાટીલે કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભા પેટા ચૂંટનીનાં પ્રદેસ ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, મંત્રી રમણલાલ પાટકર, ચૂંટણી પ્રભારી પુરણેશભાઈ મોદી, સાંસદ ડો.કેસી પટેલ, દંડક આર.સી. પટેલ, ધારાસભ્ય ઝંખનાબેન, મોહનભાઇ ધોડિયા, ભૂરાલાલ સાહ, ઉમેદવાર વિજયભાઇ પટેલ,બકરશનભાઈ પટેલ,સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અસ્વીનભાઈ, દિલીપભાઈ ચૌધરી પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય મંગળ ગાંવીત, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.