ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક ઓન લાઈન સાવલી મુકામે યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની એક બેઠક સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની શરાફી મંડળી ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અઘ્યક્ષતામા રાખવામાં આવેલ હતી તેમજ ઓન લાઈન કારોબારી સભા પણ રાખેલ હતી. જેમાં જિલ્લાના હોદ્દેદારો પણ જોડાયા હતા. આ કાર્યવાહક સમિતિની આ કારો બારી બેઠકમાં રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, રાજ્યના મહામંત્રી સતિષભાઈ પટેલ, ગોકુળ ભાઈ પટેલ, રણજિતસિંહ પરમાર, અરવિંદ ભાઈ ચાવડા, કિરીટભાઈપટેલ, વિશ્વજીતભાઈ ચૌધરી, અરવિંદભાઈ ચૌધરી, એરિકભાઈ ખ્રિસ્તી, અન્ય જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ કેટલાક હોદેદારોએ ઓન લાઈન એટેન્ડ કરી હતી. આ બેઠકમા મુખ્યત્વે ૪૨૦૦ ગ્રેડ પે, એચ ટાટના RR નક્કી કરવા, એચ ટાટને સળંગ નોકરીનો લાભ આપવા બાબત, એચ ટાટને શેક્ષણિક સ્ટાફ ગણવો, તાલુકા બદલી કેમ્પ તેમજ જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા, ૯,૨૦,૩૧ મા ઉચ્ચતર પગાર ધોરણમા ૨૫ સર્વિસબુક મર્યાદા વધારવા બાબત, નીસ્થાની તાલીમમા તમામ શિક્ષકોને હાજર ન રાખવા બાબત નિયામકને રજૂઆત કરવા બાબત, શિક્ષકો અને બાળકોના રેસીયોમા સુધારો કરવા બાબત, તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીની તારીખ નક્કી કરવા બાબત વગેરે જેવા મુદ્દાની ખાસ ચર્ચા કરવામાં આવી હતી તદ્ ઉપરાંત સુરત જિલ્લા સંઘના પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલ અને મહામંત્રી તરીકે અરવિંદભાઈ ચૌધરી બિન હરીફ થયા હતા.જેથી તેમનું સાલ ઓઢાડી અને બુકે આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.