IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટા બેટીંગ રમાડતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારાએ હાલમાં આઈ.પી.એલ. કપ ચાલી રહેલ હોય અને તાપી જીલ્લામાં ચાલતા ક્રિકેટ સટ્ટા બેટીંગ રમાડતા ઈસમો ઉપર વોચ રાખી કેસો કરવા સુચના આપવામાં આવેલ હોય, આજરોજ શ્રી ડી.એસ. લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી અથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ તથા અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઈ બ.નં .૬૬૦ નોકરી એલ.સી.બી. જી.તાપી તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઇસમો ઉપર વોચમાં નિકળેલા દરમ્યાન અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે, આજરોજ આઈ.પી.એલ. ક્રિકેટ મેચની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલી રહેલ મેચ ઉપર વ્યારા મિશન નાકા પાસે આવેલ રિદ્ધી સિદ્ધી ટી સ્ટોલ નામની ચાની લારી પાસે રોડની બાજુમાં જાંબલી કલરનું લાંબી બાયનું શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પેન્ટ પહેરેલ ઈસમ ગ્રે કલરની એક્ટીવા મો.સા. નં. GJ – 26 K – 1501 ઉપર બેસી પોતાના મોબાઈલ ઉપરથી આઈ.પી.એલ. મેચના ઓવર ઉપર તથા રન ઉપર હાર જીતનો સટ્ટા બેટીંગ રમી રહેલ હોવાની પાકી અને ચોક્સ બાતમી આધારે, આરોપી અનિલભાઈ વિજયભાઈ ભોઈ રહે. વ્યારા શંકર ફળિયુ તા.વ્યારા જી.તાપી એ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મારક્ત આજરોજ ચાલતી આઈ.પી.એલ. કપ ની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ મેચ ઉપર સોનુભાઈ સુરત જેના પુરા નામ ઠામની ખબર નથી જેની સાથે આઈ.પી.એલ. કપ ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગ રમી, અલગ અલગ દરની ભારતીય ચલણી નોટ મળી કુલ રૂ. ૧૫,૩૮૦ / – તથા vivo કંપનીનો મોબાઈલ નં -૦૧ કિ.રૂ. ૫૦૦૦ / – તથા ગ્રે કલરની એક્ટીવા મો.સા. નં . GJ – 26 K – 1501 કિ.રૂ. ૨૫,૦૦૦ / – મળી કુલ કિ.રૂ. ૪૫,૩૮૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે જ્યારે સટ્ટા બેટીંગ રમાડનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અને કાર્યવાહી અર્થે વ્યારા પોલીસને સોંપવામાં આવેલ છે.
શ્રી ડી.એસ. લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા તેમની એલ.સી.બી. ટીમને આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં સફળતા મળેલ છે.