વ્યારા ખાતે ફ્રી સુજોક નિદાન તથા સારવાર શિબિરનું આયોજન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા અને સિનિયર સીટીઝન ક્લબના ઉપક્રમે અને સુરત-દિલ્હી પબ્લીક સ્કુલ તથા ઇન્ટરનેશનલ સુજોક એસોશિયેશનના સંયોજનથી વ્યારા સ્થિત સિનિયર સીટીઝન ક્લબ, શ્રી રામ તળાવ પાસે, તા. ૧૭/૧૮ ઓક્ટોબરના રોજ એક ફ્રી સુજોક નિદાન તથા સારવાર શિબિરનું આયોજન કરવામાં અવ્યું છે. સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૪.૦૦ થી૬.૦૦ કલાકે કરવામાં આવેલ આ શિબિરમાં કોઇપણ પ્રકારની શારિરીક,માનસિક,મનોશારિરીક તેમજ આધિભૌતિક તકલીફોમાં કોઇપણ પ્રકારની દવા કે આડઅસર વિના, જડ મુળરૂપથી નિદાન કરી સચોટ સારવાર કરવામાં આવે છે.
શારિરીક તકલીફો જેવી કે,સાંધાના દુખાવા,સાયટીકા, સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ,પેરાલિસીસ,સ્નાયુના દુખાવા તથામાનસિક તકલીફો જેવી કે,ડિપ્રેશન, સ્ટ્રેસ, ફોબિયા, થાઇરોઇડ, ડાયાબિટીસ, માઇગ્રેન-આધાસીસી આધિભૌતિક તકલીફો જેવી કે,વાળ ખરવા, એસીડીટી, હોમોર્નલ ઇમ્બેલેન્સ,જાડાપણું, વારંવાર થતો ગર્ભપાત વગેરેનું સચોટ નિદાન કરીને સારવાર આપવામાં આવશે. જેનો લાભ લેવા જાહેર જનતાને વિનંતી છે.