ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તેવી આદિવાસી સવાઁગી વિકાસ સંઘ નિઝર દ્વારા નિઝર મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ નિઝર તાલુકાના આદિવાસી સવાઁગી વિકાસ સંઘ નિઝર દ્વારા નિઝર મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તેવી માંગ કરી.
આ આવેદનપત્રમાં જણાવામાં આવ્યું છે કે, (૧) હાલમાં ઉત્તર પ્રદેશ કે પછી ભારતના અન્ય રાજ્યમાં દલિત મહિલાઓ પર શારીરિક માનસિક રીતે અત્યાચાર કરનારાઓ પર અને બળાત્કાર કરનાર દોષિત ગુનેગારોને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. (૨) ઉચ્છલ/ નિઝર/ કુકરમૂંડા તાલુકાઓમાં આદિવાસી વિસ્તાર ધરાવતા ગરીબ ખેડૂતો વરસાદી ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. જેમા જુવાર, તુવેર, કપાસ, સોયાબીન અને મકાઈ પાક કરે છે. હાલમાં જુવાર પાક નિકળતા સ્થાનિક વેપારીઓ રૂમકિતલાવ, રાયગઢ, વેલદા, નિઝર, વાંકા, કુકરમૂંડા, પાટીબંધારા, નારણપુર જેવા ગામોના વેપારી દ્વારા જુવારનો ભાવ પ્રતિ કિવી. રૂપિયા 800/900 આપી રહ્યા છે. અને અહીના ગરીબ આદિવાસી ખેડૂતો ને ખૂલેઆમ લુટ કરી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર તપાસ કરી એવા વેપારીઓ ઉપર કડક કાયદેસર કાર્યવાહી કરવા આવે. અહીંના ગરીબ ખેડૂતો વરસાદી ખેતી કરે એને પોષણ ભાવ મળે તે માટે ટેકાનો ભાવ જાહેર કરવા અને એનો અમલ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પર માંગ કરાઈ રહી છે. હાલમાં એ જોવાનું રહયું કે નિઝર/ ઉચ્છલ/ કુકરમુંડા તાલુકાના વહીવટ તંત્ર ગરીબ આદિવાસી વસ્તારમાં ટેકા નો ભાવ અપાવશે કે પછી હાથ પર હાથ ધરીને બેસી રહશે ? એ આવનાર સમય બતાવશે.