ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે વિજયભાઇ પટેલ પસંદગી કરતા કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ )  : તા 11 ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે વિજયભાઇ પટેલ પસંદગી કરતા કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ૧૭૩ ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી માં ભાજપ મોવડી મંડળે કોંગ્રેસી નેતાઓને ભગવો ખેસ પહેરાવી ભાજપ તરફી માહોલ બનાવી જુના જોગી એવા વિજયભાઇ પટેલની પસંદગી કરવામાં આવતા કાર્યકરો સહિત ડાંગના આગેવાનોમાં ખુશી છવાઈ જવા પામી છે.
ડાંગ જિલ્લા 173 વિધાનસભા ની રૂપરેખા પર નજર નાંખીએ તો ડાંગ જિલ્લાના કુલમતદારો : 1,64,606 છે. મહિલા મતદારો : 82599, પુરુષ મતદારો : 82007, 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જીલ્લામાં વિધાનસભાની ૧ બેઠક છે , ૧૭૩ વિધાનસભામાં અહિયાં વર્ષોથી કોંગ્રેસ નું પ્રભુત્વ રહ્યું છે, ૨૦૦૭ માં એક વાર ડાંગની જનતાએ ભાજપ ના નેતા તરીકે વિજય પટેલને વિજેતા બનાવ્યો હતો.

વિધાનસભા ચૂંટણી ઉપર નજર કરીએતો , વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે, ૨૦૦૭ માં ભાજપ ના વિજય પટેલે સૌપ્રથમ વાર કોંગ્રેસના માધુભાઈ ભોયે સામે ૭૮૮૩ મતથી જીત મેળવી હતી. ૨૦૧૨ માં કોંગ્રેસ નાં મંગળ ગાવિત ને ૪૫૬૩૭ જ્યારે ભાજપના વિજય પટેલ ને ૪૩૨૧૫ મત મળતા – કોંગ્રેસના મંગળ ગાવિત ૨,૪૨૨ મતોથી જીત નોધાવી હતી . 2017 માં ફરી એકવાર મંગળ ગાવીત, અને વિજય પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમાં 768 મતો ની પાતળી સરસાઈથી ભાજપ ના વિજય પટેલ ને હરાવી મંગળ ગાવીતે પોતાની બેઠક જાળવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગમાં લોકો પોતાના પ્રશ્નોને વાચા આપે તેવા શિક્ષિત ઉમેદવારો ને પસંદ કરે છે, વેપારી મંડળ , વકીલ મંડળ તેમજ યુવાનો ડાંગ ની સમસ્યાઓ ઉકેલાય તેવી આવનારા ધારસભ્ય પાસે આશા રાખી રહ્યા છે.
જોકે છેલ્લા એક દાયકા થી ડાંગ જિલ્લામાં ભાજપે આરોગ્ય, પાણી, વીજળી, રસ્તા,જેવા પાયાની સુવિધાઓ સહિત ખેડૂત, સખી મંડળ, પશુપાલન, સિંચાઇ, ખેતી ક્ષેત્રોમાં હરણફાળ ભરતા આદિવાસીઓમાં ઊંડી લાગણી બાંધવા સફળ રહ્યા છે.
173 વિધાનસભા સભાની પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે આદિજાતિ વન અને બાલ કલ્યાણ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણનેશ મોદી,સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા ની ઝંઝાવાતી સભાઓ સાથે ડાંગ જિલ્લાના વન વિભાગ હસ્તકના માર્ગો નું ખાતમુહૂર્ત અને કોંગ્રેસ ના તાલુકા જિલ્લાના નેતાઓ સહિત સરપંચો,કાર્યકરોને સાગમટે ભગવો ખેસ પહેરાવવા સફળ રહેતા કોંગ્રેસી ગઢ માં ગાબડું પાડી ભાજપ તરફી સમીકરણો બદલવા મહત્વની ભૂમિકા ભજવી હોવાની રાજકીય પંડિતો માની રહ્યા છે

જાતિનું સમીકરણ –

હિન્દૂ કોકણી, હિન્દૂ વારલી, હિન્દૂ ભીલ આ ત્રણ સમાજ ભેગી મળી 97% મતદારો ટ્રાયબલ (આદિવાસી )છે. જેમાંથી 30 ટકા આદિવાસીઓ ખ્રિસ્તીધર્મ અપનાવ્યો છે

જ્યારે 3% જેટલા મતદારો અન્ય સમાજ ના છે. ડાંગમાં 1આહવા જીલ્લા પંચાયત જે માં છેલ્લી ૨ ટર્મ થી ભાજપ નું સાશન છે , કુલ ૧૮ સભ્યો જેમાં ૯ કોંગ્રેસ ૯ ભાજપ ના , જોડતોડમાં ભાજપ સફળ રહેતા પ્રમુખ ભાજપના છે. જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત છે જેમાંથી ૨ ભાજપ અને ૧ ઉપર કોંગ્રેસ. ઉલખેનિય છે રાજ્યસભાની ચૂંટણીમાં મંગળ ગાવીતે બળવો કરી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.હાલ તેઓની ભાજપ કોગ્રેસમાંથી બાદબાકી થતા ન ઘરના ન ઘાટ ના જેવો ઘાટ ઘડાયોછે.તેવામાં ભાજપ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,ધારાસભ્ય પુરણેશભાઈ મોદી,સાંસદ કે.સી.પટેલ,સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા સહિત ડાંગ ભાજપ આગેવાનો,કાર્યકરોએ ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ નિર્માણ કરતા ભાજપ ઉમેદવાર વિજયભાઈ પટેલની જીત નિશ્ચિત મનાય રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *