માંગરોળના દેગડીયા ગામે મહિલાને પોતાનાં ઘરમાંજ પ્રસુતિ કરાવતો ૧૦૮નો સ્ટાફ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામની પૂનમબેન ઈનેશભાઈ વસાવાને પ્રસુતિનો દુઃખવો શરૂ થતાં એમના પતિ ઇનેશભાઈએ ૧૦૮ ને જાણ કરી હતી ૧૦૮ ને ૦૬:૧૭ કલાકે કોલ મળ્યો હતો. ૧૦૮ ના EMT અજય ચૌહાણ અને પાઇલોટ નરેશ ચૌધરી દર્દીના ઘરે પહોંચતા દર્દીને પ્રસુતિનો અતિશય દુઃખાવો ચાલુ હતો. EMT અજય ચૌહાણ દ્વારા દર્દીને ચેક કરવામાં આવ્યું તો દર્દીની પ્રસુતિ ઘરમાં જ કરવી પડે એવી હાલત હતી. જેથી ૧૦૮ના કર્મચારી દ્વારા દર્દીને સફળ પ્રસુતિ એનાં ઘરમાંજ કરાવી, માતા અને બાળક ને સલામત રાખી એક સારૂં કામ કરતાં દર્દીનાં પતિ ઈનેશભાઈ અને એમના પરિવારે ૧૦૮ના કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ ગ્રામીણ વિસ્તારમાં કે જ્યાં આરોગ્યની સુવિધા નહીંવત છે. એવા આદિવાસી વિસ્તારો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other