જે. કે. પેપર મિલના સી.એસ.આર. ડિપાર્ટમેટ દ્વારા સોનગઢના ચચરબુંદા ગામમાં સામુદાયિક સુવિધા/તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જે. કે. પેપરના સીએસઆર ડિપાર્ટમેંટ (સ્પર્શ સોશિયલ ફાઉંડેશન) દવારા સી.એસ.આર. પ્રવૃતિ હેઠળ સોનગઢ ના ચચરબુંદા ગામમાં સામુદાયિક સુવિધા / તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેન્દ્રનું ઉદઘાટન જે. કે. પેપરના સાહેબ શ્રી બ્રીજમોહન અને પ્રશાંત વૈદ્ય સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચશ્રી નગીનભાઈ, જે. કે. પેપર ના CSR ડિપાર્ટમેંટના શ્રી મધુકર વર્મા, શ્રી જિગ્નેશ ગામિત તથા બીજા અધિકારીગણ, પત્રકાર મિત્રો તેમજ ગામના આગેવાનો, યુવાનો, બાળકો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. આ સામુદાયિક સુવિધા / તાલીમ કેન્દ્રનો ઉપયોગ ગામની બહેનો અને યુવાનો માટે રોજગારી ને લગતા તાલીમ કેન્દ્ર તરીકે, ગ્રામ વિકાશને લગતા કામો માટેની મીટિંગ માટે તેમજ સામાજિક, સાંસ્કૃતિક કાર્યોકર્મો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે સોનગઢ અને ઉચ્છલ તાલુકા ના જુદા જુદા ગામોમાં જે. કે. પેપરના સ્પર્શ સોશિયલ ફાઉંડેશન દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ હેઠળ 1. આરોગ્ય 2. કૌસલ્ય વિકાસ અને આજીવિકા 3. ખેડૂતની આવક વધારતા કાર્યો 4. શિક્ષણ 5. પીવાનું પાણી અને સ્વચ્છતાને લગતા કાર્યો કરતાં આવ્યા છે અને આગળ પણ કરતાં રહેશે.