ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારોને રોજગારી ન મળતા રોજીરોટી મેળવવા અન્ય જીલ્લામાં સ્થળાંતર થવા મજબુર બન્યા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે લોકડાઉન પુર્ણ થયા બાદ માત્ર વરસાદી ખેતી પર નભતા ડાંગના ગરીબ આદિવાસી પરિવાર જનો ની હાલત ખુબ જ કફોડી બની જવા પામી છે હાલ ચોમાસુ પૂરું થવાને આરે છે તેમ છતાં પણ હાલ ડાંગના મોટા ભાગના આદિવાસી પરિવાર જનો ઊભા પાકની (કાપણી) કર્યા વગર મોટી સંખ્યામાં રોજીરોટી માટે અન્ય જિલ્લાઓમાં આવેલ સુગર ફેકટરીઓ માં કામ મેળવવા હિજરત કરી રહ્યા છે. જેનુ મહત્વનુ કારણ જોવા જઇએ તો સરકારની વિવિધ યોજના ઓ પૈકી નિયમ મુજબ મનરેગા કાયદા હેઠળ ચાલી રહેલા કામોમાં આદિવાસી પરિવારજનો ને ધર આંગણે ૧૦૦ દિવસ ની રોજગારી આપવા ની હોય છે પણ હાલ મનરેગા હેઠળ જીલ્લામાં ચાલી રહેલા કામોમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલી ભગત ને લઇ મનરેગા હેઠળના ચાલી રહેલા તમામ કામોમાં યાંત્રિક મશીનોનો ઉપયોગ કરી પુર્ણ કરી દેવામાં આવતા હોવાનુ જાણવા મળેલ છે. જેને લઇ મનરેગા હેઠળ ધર આંગણે રોજી રોટી મેળવવા માંગતા ડાંગ જિલ્લાના આદિવાસી મજુર વર્ગ મોટી સંખ્યામાં બેકાર બન્યા છે. જેને લઇ અન્ય જિલ્લાઓમાં આવેલ સુગર ફેકટરીઓમાં સારી મજુરી મળતી હોય જેની માટે ચોમાસુ પુર્ણ થતા જ ડાંગના હજારો આદિવાસી પરિવારજનો કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ રોજી રોટી મેળવવા માટે સુગર ફેક્ટરીમાં મજુરી અર્થે સ્થળાંતર થવા મજબૂર બન્યા છે. જો હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે મનરેગા હેઠળ જો આદિવાસી પરિવારજનોને ઘરઆંગણે રોજી રોટી મળી રહે એવો સ્થાનિક વહીતંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવે એવી ડાંગના આદિવાસી મજુર વર્ગની માંગ ઉઠવા પામી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *