સોનગઢ વોર્ડ નંબર 6ના સભ્ય બાનુબેન પઠાણની વિકાસના કામો બાબતે પાલિકામાં રજૂઆતો

ફાઈલ ફોટો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરપાલિકા ના વોડ નંબર 6 ના સભ્ય બાનુબેન શાબાશ ખાન પઠાણ દ્વારા તેઓના મત વિસ્તારમાં વિકાસના વિવિધ કામો બાબતે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અલીફ નગર થી ચાંદપુરા ને જોડતો રસ્તા ઉપર લો બ્રિજ બનાવવા. તેમજ સંપૂર્ણ વોર્ડ નંબર છમાં બાકી રહી ગયેલા પેવર બ્લોક બેસાડવા બાબત. હાઈવેથી અમનપાર્ક રસ્તા ઉપર ટીવીએસ શોરૂમ ની સામે નાળાનું કામ ટીવીએસ શોરૂમ થી અમનપાર્ક ને જોડતો સીસી અથવા ડામર રોડ બનાવવા બાબત તેમજ ઈસલામપુરામાં મસ્જીદે ઉંમર ફારૂકની સામે નો સી.સી. અથવા ડામર રોડ, વર્ષો જૂની ગટર લાઈન અલીફ નગર ટેકરા થી નવી મોટી લાઇન નાખવા બાબત સોનગઢ થી વ્યારા હાઇવે જતા રસ્તા પાસેથી અબ્દુલ પઠાણના ઘર સામેથી અમનપાર્ક ને જોડતો સી.સી. અથવા ડામર રસ્તો, સોનગઢ થી વ્યારા જતા રસ્તા ઉપર હાઈવેથી સુરેશભાઈના ચર્ચ સામેનો સી.સી. રસ્તાના નાનો રોડ, કરીમ ડ્રાઈવરના ઘર પાસેથી ધીરજ હોસ્પિટલના બાજુમાં ઉતરતો સી.સી. રસ્તાનું કામ, પાલિકા સભ્ય બાનુબેનના ઘર આગળની લાઈનમાં પેવર બ્લોક બેસાડવા બાબત ઉપરોક્ત કામો પ્રજાહિતમાં હોય પ્રધાનય આપવા નમ્ર વિનંતી કરવામા આવી છે ત્યારે સોનગઢ નગરપાલિકા સત્વરે આ કામોને અગ્રતા આપે એ પ્રજાલક્ષી ગણાશે.