ઉમરપાડાના કેવડી ગામ ખાતે આવેલ APMC સામે કોંગ્રેસના કાર્યકરોના ધણનાનો કાર્યક્રમ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે બીજી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે ગાંધીબાપુને યાદ કરી એમને પ્રણામ કર્યાં બાદ કોંગ્રેસના કાર્યકરો કેવડી ખાતે આવેલી APMC ની સામે કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ચાલુ લોકસભામા ત્રણ કાયદા ભાજપની સરકારે બહુમતીથી પસાર કર્યા છે, એ કાયદામાં ખેડૂતોનું હિત જળવાતું નથી. ખેડૂતો જે માલ પોતાના ખેતરમાં ઉત્પાદન કરશે એ માલનું APMC બંધ થવાને કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળવાનું નથી. ખેડૂતો પોતાનો પાક વેચવા માટે દૂર દૂર સુધી જવું પડશે, અને આ માટે એમને અનેક ખર્ચાઓ ભોગવવા પડશે દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ ખેડૂતોનો પાક ખરીદ છે. ત્યારે મો માગ્યો તેમને ભાવ મળવાનો નથી, આવા કાયદાઓ રચીને ખેડૂતોને કમ્મર તોડી નાખવાનું કામ આ સરકાર કરી રહી છે .ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરોએ કેવડી APMC ની સામે આ કાયદાઓ રદ થાય અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે અને આ કાયદાઓ પસાર કર્યા છે ,ઍ તાત્કાલિક ધોરણે પાસા ખેચે તેવી કોંગ્રેસના કાર્યકરોની માંગણી છે. આ જગતના તાતને બચાવવાની ખૂબ જરૂર છે. આ માટે ખેડૂતોની તરફેણમાં કોંગ્રેસ પાર્ટી આવી છે. બીજો એક બનાવ ઉત્તર પ્રદેશમાં હાથરસ ગામની જે ઘટના બની છે એ ઘટનાને પણ કોંગ્રેસ પરિવાર વખોડી કાઢે છે ,અને આવા કૃત્ય કરનાર જે આરોપીઓ છે એમને કડક માં કડક સજા થવી જોઈએ તથા અમારા નેતા રાહુલ ગાંધી હાથરસની મુલાકાતે જતા હતા ત્યારે એમની સામે જે યુપી પોલીસે જે ઘટના કરી છે, એની પણ અમે સખ્ત શબ્દોમા વખોડી કાઢીએ છે. આ પ્રસંગે રામસિંગભાઈ, હરીશભાઇ, નટુભાઈ વગેરે કાર્યકરો હાજર રહયા હતો.