આદિવાસી સર્વાંગી વિકાસ દ્વારા સરકારની રોટેશન પ્રથાનો વિરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આજરોજ નિઝર મામલતદારને આવેદન પત્ર આપી પંચાયતની બેઠકોનું રોટેશન રદ કરી પેસા એક્ટ લાગુ કરવા માંગ કરી છે.
નિઝર તાલુકાનાં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘે નિઝર મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગો રાજ્યપાલ સુધી પહોચાડવા જણાવ્યુ હતુ. સંઘ દ્વારા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ ટાંકી તેમજ બંધારણની 5મી અનુસુચિનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે, હાલમાં સરકારે ઓર્ડર કરેલ પચાયતની જગ્યાઓમાં આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપવામાં ખુલ્લેઆમ અનાદર કરેલ છે જેથી રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા નિર્ણયનો આદિવાસી ધોર વિરોધ કરે છે અને રોટેશન પ્રથા ગેરબંધારણીય હોય રદ કરવા ઉપરાંત નીચે મુજબ પોતાની લાગણીઓ પ્રગટ કરી છે.
1 ) બિન આદિવાસી સમાજને આદિવાસી બયુલ એરિયામાં રાજનૈતિક પ્રતિનિધિત્વ આપવાનું કૃત્ય બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન છે. 2). અનુસુચિ વિસ્તારમાં બિન આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપીને આદિવાસીઓના અધિકારો છીનવવાની કોશિશ છે. 3). બિન આદિવાસી સમાજને આદિવાસી સીટો પરનું પ્રતિનિધિત્વ આપીને આદિવાસીઓને ગુલામ બનાવવાની ચાલ છે. 4). પેસા કાયદા હેઠળ રૂઢિ ગ્રામસભાના મુળભુત અધિકારનું નામો નિશાન મિટાવી દેવાની ઇરાદાપૂર્વક કરેલી સાજીસ છે. 5). આર્ટિકલ 243 ( ડ ) ના આધારે સરકારે કરેલ ઠરાવ ફક્ત Non Schedul Area માટે જ છે અનુસુચિ વિસ્તાર માટે પૈસા કાયદાની કલમ 4 ( g ) ( h ) લાગુ પડે છે. 6). બંધારણની -૫ મી અનુસૂચિમાં આવા કોઇ રોટેશનની જોગવાઇ નથી. રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા નિર્ણય નો આદિવાસી ધોર વિરોધ કરે છે. રોટેશન પ્રથા ગેરબંધારણીય હોય રદ કરવા વિનંતી છે. પેસા એક્ટ કલમ 3 ( g ) ( h ) મુજબની અસલ જોગવાઈ મુજબ પ્રતિનિધિત્વ રાખવા અપિલ કરેલ છે.