ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં પ.પૂ પંડિત દીનદયાળ ઉપાધ્યયની જન્મ જયંતિ ભાજપી નેતાઓ, કાર્યકરોએ શ્રદ્ધા સુમન અર્પણ કરી પુષ્પઅંજલી કરી ઉજવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં પ.પૂ પંડિત દીનદયાળ ઉપાધ્યયની જન્મ જયંતિ ભાજપી નેતાઓ, કાર્યકરોએ શ્રદ્ધા સુમન અર્પણ કરી પુષ્પઅંજલી કરી ઉજવાઈ હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યય નો જન્મ વદ 13 એટલે કે 25મી સપ્ટેમ્બર 1916ના રોજ થયો હતો. એમણે અજમેર બોર્ડની મેટ્રિકની પરીક્ષા શિકરની કલ્યાણ હાઈસ્કૂલમાંથી પસાર કરી પ્રથમ ક્રમાર્ક મેળવ્યો હતો. તેઓ બીએ કર્યા બાદ1937 દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંપર્કમાં આવ્યા, આ સમય દરમિયાન પંડિત દીનદયાળ જીએ સંઘ શાખાઓ વિસ્તારવાનું સંગઠન કાર્ય કર્યું. શ્રી દીનદયાળજી રાષ્ટ્રની સમગ્ર પરિસ્થિતિઓનું તથા પ્રશ્નોનું ગહન ચિંતન કરતા એક મહાન ચિંતક હતા.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, મહામંત્રી રમેશભાઈ ગાંગુર્ડે તેમજ વઘઇ ખાતે માજી ધારાસભ્ય વિજય પટેલ અને મહામંત્રી કિશોરભાઈ ગાવીત જ્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સુબીર ખાતે સંઘઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા અને મહામંત્રી દશરથભાઈ પવાર, માજી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ગામીત સહિત જિલ્લા તાલુકાના સદસ્યો, સરપંચો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉજવની કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ આગેવાનોએ પંડીત દીનદયાળ ઉપાધ્યયને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *