સી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિકાર દ્વારા ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : જીલ્લા શિક્ષણ તાલુકા ભવન તેમજ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ દ્વારા દરેક શાળાઓમાં ઈકો ક્લબ અંતર્ગત કિચન ગાર્ડન, પર્યાવરણ પ્રયોગ શાળા તેમજ ગ્રીન શાળા પ્રોજેક્ટ જેવા અવનવા કાર્યક્રમો ચાલે છે તેમજ બાળકોમાં શાળામાંથીજ અને નાનપણમાં પર્યાવરણ વિષયમાં તેમજ પ્રકૃતિ પ્રત્યે જાળવણી અને ઔષધીય જાણકારી પ્રાપ્ત થાય તેમજ બાળકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે સારી કેળવણી થાય તેવા ઉમદા હેતુસર સી.આર.સી કો-ઓર્ડીનેટર ચુનીલાલ આર. ઠાકરે દ્વારા ચિકાર શાળાના શિક્ષકોને નવતાડ વન વિભાગની નર્સરીમાંથી અર્જુન સાદડો, ગળો, શતાવરી, લીમડો, વગેરે જેવા રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને શાળાઓમાં જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ઔષધીય વૃક્ષો, છોડ, વેલાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. જેથી વન ઔષધીઓનું રોજીંદા જીવનમાં ઉપયોગ કરી વિધાર્થીઓ, પ્રજાજનો, તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથે બાળકો તેમજ શિક્ષકોમાં કેળવાય તે હેતુસર ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શિક્ષકોનો સહકાર સારો રહ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *