સુરતમાં ઇલેક્ટ્રિક ડીપી ગરીબોનો કબાટ બની : શહેરમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગામડાની ખેતીવાડી અને મકાન છોડીને માત્ર વધારે મજૂરી કમાઈ લેવાની આશાએ મજૂરો શહેરમાં વસી જાય છે. અહીં રોટલો મળી જાય, પણ ઓટલો મળવો મુશ્કેલ છે.એટલે મજૂરો જ્યાં જગ્યા મળે ત્યાં જ ઘર બનાવી લેઇ છે. એક મજૂર પરિવારને કઈ ન મળ્યું એટલે ઇલેક્ટ્રિક ડીપી એમનો કબાટ હોય એમાં ચીજવસ્તુઓ મૂકી, બે ટકના ભોજનની શોધમાં નીકળે છે.