ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાંચ માસ મોકૂફ રાખો : શિક્ષકોની માંગ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી નવેમ્બર માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રાથમિક શિક્ષકોએ ચૂંટણી યોજવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ત્રણ થી પાંચ માસ માટે આ ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા, રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજુઆત કરી છે.