તાપી : ઉચ્છલમા કરુણઘટના સર્જાઈ : હોડી ઊંધી વળી જતાં આઠમાંથી એકનું ડૂબી જતા મોત
માછલી મારવા ગયેલા ૮માંથી એક વ્યક્તિનું તાપી નદીમાં ડૂબી જતા મોત થયું
રાતે આંધી તુફાનમા હોળીનું બેલેન્સ ખોરવાતા, માછીમાર ડૂબી ગયો હોવાની શક્યતા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરાતે તાપીના ઉચ્છલ તાલુકામા કરુણઘટના સર્જાઈ જેમાં માછલી મારવા ગયેલા ઘરનો મોભી પાણીમા ડૂબી જતા એનું મોત થતા પરિવાર અને બાળકો નિરાધાર થયા હતા.આ કરુણ ઘટનાથી આખા ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
ગત રોજ તા.19.09.2020 ના સમય સાંજે આશરે સાત વાગ્યે ઘરે થી નીકળી માછીમારી કરવા ગયેલ આઠ સાથીઓ જે આઠ વાગ્યા માણેકપુર માં પટેલ ફળિયું પાસે થી પસાર થતી તાપીનદી માં માછીમારી કરતા હતા ,ત્યારે આઠ વ્યક્તિ માંથી બે વ્યક્તિ કિનારે ઉભા હતા,વિક્રમ કર્મા કાથુડ અને જીતેશ જેહાર્યા કાથુડ નદી કિનારે ઉભા હતા, અને ૬ વ્યક્તિઓ હોડી માં માછી મારવા ગયા હતા. પરંતુ ગત રાત્રે અચાનક પવન, વાવાઝોડા સાથે વરસાદ પડતા તેવો નદીમાંથી પરત ફરી રહ્યા હતા. અચાનક વધારે પવનના લીધે હોડી પલટી ગઈ જેમાંથી મીરજીભાઈ ગોડયાભાઈ ગામીત ઉ.વ. આશરે 60 ગુમ થઈ ગયેલ હતા. ઘણી શોધખોળ કરવા છતાં ના મળ્યા હતા, જેમનો મૃતદેહ આજ રોજ બપોરે તાપી નદીમાાં મળતા, પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. એમના પરિવાર સહીત સમગ્ર ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.