ડાંગ : કૉંગ્રેસી કાર્યકર્તાઓનો ઘોડાપૂર કેસરિયો ધારણ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લામાં173 વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાંવીતના રાજીનામાં બાદ પેટા ચૂંટણી જાહેર થાય એ પહેલા ડાંગ જિલ્લામાં સમીકરણો બદલાયા કોંગ્રેસના ગઢ ગણાતા ગામોમાં કૉંગ્રેસી કાર્યકર્તાઓનો ઘોડાપૂર કેસરિયો ધારણ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાયો છે.
મળતી માહિતી મુજબ 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો પરંપરાગત રિતે કોંગ્રેસનો ગઢ ગણાય છે, આઝાદી સમયથી આજ દિન સુધી કોંગ્રેસને સર્વસ્વ માનનારા લોકોને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ યાત્રા હવે દેખાય રહી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા એક દાયકાથી આરોગ્ય,વીજળી, પાણી,માર્ગો જેવી પ્રાથમિક સુવિધાઓ સતત વધારો થઈ રહ્યો છે.સાથો સાથ રાજ્ય કેન્દ્રની અનેકવિધ યોજનાઓ થકી ગરીબ આદિવાસી પરિવાર પગભર થયો છે. ઘર ઘર શૌચાલય, સહિત આવાસ યોજના નો લાભ મળી રહી છે. ભાજપની આદિવાસી ઓ માટે વિકાશગાથા ને કારણે શુકવારે ડાંગના પ્રવાસે આવેલા કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા પૂર્વ પટ્ટીના ગારખડી અને હનવતપાડા એવા બે ગામના સરપંચ સહિત ગામના હજારો લોકો મંત્રી ગણપતભાઈ વસાવાના હાથે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. જિલ્લાના પ્રવેશ દ્વાર અને વેપારી મથક એવા વઘઇ અને કાલીબેલ ખાતે પણ મોટી સંખ્યામાં યુવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસનો ગઢ ગણતા ડાંગ જિલ્લામાં મજબૂત પકડ બનાવી છે.આ કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,જીલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન, માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ,રાજેશભાઈ ગામીત ,મહામંત્રીઓ દશરથભાઈ પવાર,રમેશભાઈ ગાંગુરડે, કિશોરભાઈ ગાંવીત, રમેશ ડોન,સુરેશભાઈ ચૌધરી,દિનેશભાઇ ભોયે,રતિલાલ,કાંતિલાલ રાઉત,સોમનાથભાઈ ભોયે, સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા,સુરતના ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ ડાભી,પપ્પુભાઈ,દિલીપભાઈચૌધરી,ઘનશ્યામભાઈ પટેલ,સહિત સરપંચો,ભાજપી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે ડાંગ જિલ્લાના ધારસભ્ય મંગળ ગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે ધારસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતુ.
જોકે હવે ભાજપનો ખેસ પહેર્યા વગર પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી અપક્ષ તરીકે ચૂંટણી નહિ લડે એવા સંકેત સાથે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *