“ડાંગના વાસુરના તેજસ્વી આશ્રમમાં ૧ નવેમ્બરથી પ્રફુલભાઈ શુકલ ની ભાગવત કથાનું આયોજન”
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : બ્રહ્મવાદીની યોગાચાર્ય પૂ.હેતલદીદી દ્વારા સંચાલન વઘઇ-સાપુતારા રોડ પર આવેલા તેજસ્વી આશ્રમમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની ભાગવત કથાનું તા.૧-૧૧-૨૦૨૦ થી ૭-૧૧-૨૦૨૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આજે ખેરગામમાં કથાનું શ્રીફળ મુહૂર્ત પ્રફુલભાઈ શુકલના હસ્તે હેતલદીદી ને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કૌશિકભાઈ નાનુભાઇ ટંડેલ (કોસંબા) , તીર્થરામ શર્મા (સેલવાસ) , તારાચંદ બાપુ મોતા સહિત ઉપસ્થિત મહાનુભવોએ સહભાગી બનવાનું વચન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ.હેતલદીદી દ્વારા દંડકારણ્યના નૈસર્ગિક વાતાવરણ માં વાસુરના ગામે તેજસ્વી આશ્રમ ચાલી રહ્યો છે. જ્યાં ગૌ સેવા , વનવાસી બાળકોને શિક્ષણ અને આરોગ્ય સેવા થઈ રહી છે. યોગ સાધના શિબિર દ્વારા હિંદુ સંસ્કૃતિનો ધ્વજ લહેરાવાય રહ્યો છે. એના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુકલની ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં સેલવાસ, દમણ, વલસાડ, નવસારી, સુરત, બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના ભાવિકો જોડાશે. ફેસબુક ઓનલાઇન દ્વારા ૩૨ દેશોના ૨૦ હજાર લોકો કથાનું દર્શન શ્રવણ કરશે. ડાંગ પ્રદેશના રાજકીય, સામાજિક આગેવાનો સહયોગ કરશે. કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે વનવાસી ક્ષેત્રમાં યોજાયેલ આ કથામાં બધા સહકાર કરે એ ખૂબ જ જરૂરી છે. જયાંથી હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ થઈ રહ્યું છે એને કરેલું યોગદાન કોટી યજ્ઞ સમાન છે. સમગ્ર ડાંગ પ્રદેશમાં આ કથાના આયોજન થી આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આજના મનોરથી સ્વ:ધર્મેશભાઇ જશવંતલાલ સોલંકી ના સ્મરણાર્થે નયનાબેન સોલંકી માન્ચેસ્ટર યુ.કે તથા રાજેન્દ્ર ગજાનન પટેલ ઉમિયાબા પરિવાર ભીલાડ દ્વારા ટેલીફોનિક સંકલ્પ લેવાયો હતો. સ્વ:અતુલભાઈ જીવણભાઈ પટેલ ના સ્મરણાર્થે હસ્તક ભરતભાઈ જે. પટેલ દ્વારા દૈનિક પૂજન અને તુલસીદલ પૂજા કરવામાં આવી હતી .