નિઝર પ્રાંત અધિકારીએ હદ બહારના વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડયું : ૪.૨૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે. હાલાણી સાહેબના માર્ગદર્શન અને સીધા દેખરેખ હેઠળ શ્રી મેહુલ દેસાઈ પ્રાંત અધિકારી નિઝર તથા ઇ.ચા.મામલતદાર નિઝર શ્રી ડી.આર. શાહ તથા તેમની ટીમ દ્વારા મોજે.ચિચોદા તા.નિઝર ગામની સ.નં.૧૯૨ ની સામેનાં તાપી નદીના પટ વિસ્તારમાં આવેલ મોજે ચિંચોદા – એ બ્લોકમાં ધ્રુવ સ્ટોન ક્વોરીનાં નામ હેઠળ ચાલી રહેલ રેતી અંગેનાં બ્લોકની તા. ૧૭ / ૯ / ૨૦૨૦ નાં રોજ બપોરનાં ૧૩/૦૦ કલાકે આકસ્મિક તપાસણી કરવામાં આવેલ તપાસણી દરમ્યાન જાણવા મળેલ કે, આ રેતી બ્લોકના પ્રોપરાઇટરશ્રી નિતીનભાઇ છગનભાઈ પટેલ રહે . સુરતના નામે સ.નં .૧,૯૨ માં હે.આરે. ૨-૨૮-૦૦ ચો.મી.માં ફાળવેલ હોવાનું જણાયેલ. પરંતુ તપાસણી દરમ્યાન બ્લોક અંગેની વિવિધ વિગતો દર્શાવતો બોર્ડ કે સીમા હદ નિશાન ખુંટ અંકિત કરવામાં ન હોવાથી બ્લોકનો હદ વિસ્તાર ચોક્કસપણે જાણી ન શકાતાં અને રેતી કાઢવા માટે બ્લોક ધારક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ ડ્રેઝર મશીન નદીનાં તટથી અંદાજિત ૧૫૦ થી ૨૦૦ મીટરના અંતરે મુકેલ હોવાથી આ બાબતે હદ નિશાન ચકાસણીની આવશ્યકતા ઉભી થતાં ભુસ્તર વિભાગ કચેરી તાપીનો સંપર્ક કરી હદ ચકાસણી માટે જણાવતાં ભુસ્તર વિભાગ તાપી દ્વારા સર્વેયરની ટીમ તાત્કાલિક સ્થળ પર મોકલી હદ નિશાન બાબતે ચકાસણી કરતાં બ્લોક ધારક દ્વારા રેતી માટે ઉપયોગમાં લેવામાં આવેલ ડ્રેઝર હદ વિસ્તાર બહાર કુકરમુંડા તાલુકાના બાલદા ગામની સીમ તરફ જણાતાં બ્લોક ધારકે પોતાના બ્લોક સિવાય બહારના વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાનું જાણવા મળતા સ્થળ પર ડ્રેઝર તથા બે ( ર ) પોક લેન્ડ મશીનો તથા રેતી ભરેલ સાત ( ૭ ) ટ્રકો મળી કુલ -૪.૨૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની નિયમોનુંસારની દંડનીય કાર્યવાહી કરવા માટે ભુસ્તરશાસ્ત્રીશ્રી તાપી – વ્યારાને જણાવેલ છે.