સોનગઢનાં શ્રી મહારાજા અગ્રસેન ભવન ખાતે તા. ૨૩મીનાં બુધવારે “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયત વહીવટી તંત્ર – તાપી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ – સોનગઢ તાલુકા આરોગ્ય વિભાગ તેમજ રોટરી કલબ વ્યારા – અગ્રવાલ સમાજ ટ્રસ્ટ , સોનગઢ ના સંયુક્ત ઉપક્રમે સોનગઢ મુકામે ” મેગા બ્લડ ડોનેશન કેમ્પ ” નું આયોજન બુધવાર – તા. ૨૩-૯-૨૦૨૦ ના રોજ શ્રી મહારાજા અગ્રસેન ભવન , મહારાજા અગ્રસેન માર્ગ , સ્ટેશન રોડ , ફોર્ટ – સોનગઢ ખાતે કરવામાં આવ્યું છે . સોનગઢ નગર તથા સોનગઢ તાલુકાના યુવાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં કેમ્પમાં ઉમળકાભેર ભાગ લઈ રક્તદાન કરી જીવનમાં માનવતાના ઉન્મ દાન કરવાનો પુણ્ય મેળવો . હાલમાં પ્રવર્તમાન કોવિડ 19 ની મહામારીના સમયમાં અને અકસ્માત કે અન્ય કોઇ પણ આરોગ્યલક્ષી આપત્તીના સમયમાં ઉદભવતી આકસ્મીક લોહીની જરૂરીયાતને પહોંચી વળવા સમગ્ર સોનગઢ તાલુકાના સોનગઢ નગરના યુવકવતિઓને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા અનુરોધ છે. આવા ઉમદા સેવાકીય કાર્યમાં સહભાગી થઈ કાર્યને સફળ બનાવવા અનુરોધ કરાયો છે. દરેક રકતદાતાને પ્રમાણપત્ર અને કાર્ડ આપવામાં આવશે.
સહયોગી સંસ્થાઓ : રોટરેકટ કલબ વ્યારા, ઈનર વ્હીલ કલબ વ્યારા, પી . કે . શાહ ( સામાજીક અગ્રણી ), અમીતભાઈ અગ્રવાલ – અગ્રવાલ સમાજ ટ્રસ્ટ- યુવા પાંખ સોનગઢ, ચંદનભાઈ ચૌહાણ – આર.એસ.એસ – સોનગઢ શાખા.