ડાંગ જિલ્લામાં કોરોના એ ગતિ પકડી એક સાથે 5 કેસ પોઝીટીવ આવતા આંકડો 78 પર પહોંચ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં ઉતરોતર કોરોના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં કોરોના ધીમીગતિએ જોર પકડી રહ્યો હોવાનું જણાઇ રહ્યો છે સોમવારે 3 કેસ નોંધાયા બાદ મંગળવારે એકી સાથે 5 કેસ નોંધાતા જિલ્લાનો કોરોના પોઝીટીવ આંકડો 78 પર પહોંચ્યો છે
ડાંગ જિલ્લામાં કોરોના એ ધીમીગતિએ આગળ વધી રહ્યા બાદ છેલ્લા બે દિવસમાં ગતિ પકડી હોય તેમ સોમવારે 3 કેસ નોંધાયા બાદ મંગળવારે આહવા ખાતે વકીલ કોલોનીમાં રહેતા 40 વર્ષીય યુવક કે જે થોડાક દિવસો પહેલા સુરેન્દ્રનગર ગયો હતો પરત ફરતા તેનું સેમ્પલ લેવાતા તેનું રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે સાપુતારા ખાતે રહેતી એક યુવતી 26 વર્ષીય યુવતી જેઓ બે દિવસ પહેલા નવસારી થી આવી હતી તેનું સેમ્પલ ટેસ્ટ કરતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જયારે મેલીન ગામ ની 25 વર્ષીય યુવતી તેની કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેનું પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે ચનખલ ગામે રહેતી 35 વર્ષીય યુવતી નો પતિ કલર કામ કરવા આહવા ખાતે જતો હતો તેને કોરોના ના લક્ષણો દેખાતા સેમ્પલ ટેસ્ટ કરાતા પોઝીટીવ આવ્યો હતો અને આવળયા માળ ગામ ખાતે રહેતો 22 વર્ષીય યુવક જેઓ સચીન ખાતે થી ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે આવ્યો હતો તેનો પણ સેમ્પલ લેવામાં આવતા ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા મંગળવારે કુલ 5 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતાં ડાંગ જિલ્લાનો કોરોના પોઝીટીવ નો આંકડો 78 પર પહોચ્યો હતો જ્યારે ડાંગ જિલ્લાનો રિકવરી રેટ સારું રહેતા હાલે 9 કેસ એક્ટિવ છે અને ફૂલે 303 લોકો કોરોન્ટાઇન હેઠળ છે.