આદિવાસી સંગઠનોએ માંડળ ટોલ નાકે કાયમી ટોલ મુક્તિની માંગ કરી
વાલોડમાં માનવ સાંકળ રચી સુત્રોચાર કર્યાં
14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પ્લે કાર્ડ બતાવી વિવિધ માંગો રજુ કરી
જો માંગો ના સ્વીકારાય તો આવતી ૨૯ તારીખે જલદ આંદોલન કરવાની ચીમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૪માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આજરોજ તાપી જિલ્લા ના વિવિધ આદિવાસી સંગઠનો એ આદિવાસીઓ ના હિત માટે યુનો દ્વારા આપવામાં આવેલા ૪૬ મુદ્દાઓનો કાર્યક્રમ લાગુ કરવા, અને તાપીના માંડલ ટોલ નાકે આદિવાસીઓને કાયમી ટોલ મુક્તિની તો વાલોડમાં વિવિધ માંગ કરી અને જો માંગના સ્વીકારી તો આવનારા દિવસોમાં જલદ આંદોલનની ચીમકી આપી.
આદિવાસી સમાજ ના હિત જળવાય, એમની સાથે અન્યાય ના થાય અને એમની આગવી સંસ્કૃતિ જળવાય તે હેતુ થી ૧૩ સપ્ટેમ્બર ને વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, આ વિશેષ દિને આજ રોજ તાપી જિલ્લાના વિવિધ આદિવાસી સંગઠનો એ આજે પોતાના અધિકારો અને માંગો ને લઇ વાલોડ થી વાંસદા સુધી રસ્તાઓ પર સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાથમાં પોતાની માંગો લખેલા પ્લેકાર્ડ લઇ માનવ સાંકળ રચી હતી, જેમાં સ્થાનિક આદિવાસીઓને સ્વતંત્ર રીતે હરવા ફરવાનો અધિકાર, કર મુક્તિ, જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર જેવી માંગો સરકાર સમક્ષ મૂકી હતી. જયારે બીજા કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસીઓને તાપી ના માંડલ ટોલ પ્લાઝા પર કાયમી ટોલ મુક્તિની માંગ કરી હતી. આદિવાસી વ્યક્તિઓના વિકાશ માટે અમને મસમોટો ટોલ ભરવામાંથી કાયમી મુક્તિ ના અપાઈ તો આવનાર ૨૯ તારીખે જલદ આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી, અને જો આંદોલનમાં ટોલ નાકા પર કોઈ તોડફોડ થઇ તો એની સંપૂર્ણ જવાબદારી ટોલ પ્લાઝાની રહેશે તેમ જાણવામાં આવ્યું હતું. સાથો સાથ આદિવાસીઓની જમીન અને ખનીજો પર હક જમાવી બેઠેલા બિનઆદિવાસી તત્વોનો પણ વિરોધ કરાયો હતો. અને ભવિષ્યમાં જો આદિવાસીઓને એમનો હક્ક ના આપવામાં આવ્યો તો સમગ્ર દેશ હાઈવે અને રેલ રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. નોંધનીય છે કે મુસ્લિમ સમાજ અને અન્ય લોકો એ પણ આદિવાસી સમાજના આંદોલન ને ટેકો આપ્યો હતો, હવે સરકાર આદિવાસીઓને એમના માંગેલા હક્કો ક્યારે આપશે તે જોવાનું રહ્યું.