માંગરોળ તાલુકાના વાંકલ ગામમા 35 થી 40 લાખનાં વિકાસના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું
(નલિન ચૌધરી દ્વારા, ભડ કુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વેરાવી ફળિયામાં સત્ કૈવલ મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત સાળા ચાર લાખનું ખાતમુહુર્ત કરાયું અને વાંકલ ગામના ગામીત ફળિયામાં પાંચ લાખના પેવર બ્લોક અને ગટર લાઇન નું ખાતમુહુર્ત કરાયું ત્યાર બાદ વાંકલ ગામમા સાંઇ મંદિર ફળિયામાં પેવર બ્લોકનુ કામ જેવા અનેક કામો આમખુટા ગામે પણ ખાતમુહુર્ત કરાયું. મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના આગેવાની હેઠળ વિવિધ લોક પ્રશ્નોની રજુઆત ભૂતકાળમાં મળી હતી તેમાં નિરાકરણ લાવીને ગ્રામ સુખાકારી વધે એ દિશામાં સરકાર ના સતત પ્રયત્નો રહ્યા છે.એ પ્રયત્નોને સાકાર કરવા માટે આજે વિવિધ કામનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં ગ્રામજનો અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઇ ગામીત, કારોબારી અધ્યક્ષ દિપકભાઇ વસાવા, વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવા, ડૉ. યુવરાજસિંહ સોનારીયા,ભાજપ પાર્ટી ના ઉપપ્રમુખ મહેશભાઈ ગામીત, મનસુખભાઈની હાજરીમાં કરવામાં આવ્યું.