સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૧૦ લાખના ખર્ચે નોગામા ગામથી બારડોલી સુધીના રોડ, રૂ.૧૩૫ લાખના ખર્ચે તરભોણ એપ્રોચ રોડ, રૂ.૯૦ લાખના ખર્ચે વડોલીથી અંચેલી રોડ, રૂ.૩૦ લાખના ખર્ચે બાબલા એપ્રોચ રોડ, રૂ.૬૦ લાખના ખર્ચે નિણતથી ભુવાસણ બસસ્ટેડને જોડતા રોડ અને રૂ.૧૫ લાખના ખર્ચે કણાઈ પંચાયત ઓફિસથી હળપતિવાસ થઈ માહ્યાવંશી મહોલ્લાથી વાંકાનેર તરફ જતા રોડનું મંત્રીશ્રીએ ખાતમુહુર્ત કર્યું હતું. કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે, ત્યારે આજે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કરેલાં રસ્તાઓના ખાતમુહુર્ત થકી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે.