માંગરોળ તાલુકામાં ૪૪.૩૦ લાખનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું : ગ્રામજનોમાં આનંદની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના વેરાકુઈ, કંસાલી, અને આંબાવાડી ગામે પેવર બ્લોક, CC માર્ગ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શેડ, મધ્યાહન ભોજન કીચન શેડ, તેમજ ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તાલુકાનાં વેરાકુઈ ગામે PHC ખાતે પેવર બ્લોક માટે બે લાખ, ગોદરેજ ફળીયામાં મહેશ ગામીતના ઘરે પેવર બ્લોક ૭૫હજાર, શરદ મકનજીના ઘરે ૭૫ હજાર ધનુબેન મહેન્દ્ર ઘરેથી મેઈન રોડ સુધી CC માર્ગ ૩ લાખ , તાલુકા પંચાયત સ્વંભંડોરમાંથી તોરણ ફળીયામાં રંગાજી નગીનને ત્યાં શાળાનું કામ ૫૦ હજાર. માધ્યમિક શાળા ખાતે શેડ, કંસાલી ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો કીચન શેડ ૨ લાખ, હરેન્દ્ર રણછોડના ઘરે પેવર બ્લોક ૨.૧૫ લાખ, મેઈન રસ્તાથી મંજુબેન મનુના ઘર સુધી રસ્તાનું કામ ૫ લાખ, કોલોની ફળિયામાં રૂપજીભાઈના ઘરથી જયંતિભાઈ ના ઘર સુધી CC માર્ગ ૧.૫૦ લાખ, જીતેન્દ્રભાઈ ચતુરના ઘરેથી રૂપાજીભાઈ ના ઘર સુધી CC માર્ગ ૭૫ હજાર, આંબાવાડી ગામે ઉત્તમભાઈ ના ઘરેથી પ્રદીપભાઈ ના ઘર સુધી CC માર્ગ ૨.૫૦ લાખ સતકૈવલ મંદિરથી અરવિંદભાઈ ના ઘર સુધી ડામર રોડ ૩ લાખ, કોલોની ફળીયામાં પેવર બ્લોક ૫ લાખ મળી કુલ્લે ૪૪.૩૦ લાખ રૂપિયાનું સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં અધ્યક્ષ દીપકભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઇ ગામીત, ચંદનબેન, સરપંચ, ઉપ સરપંચ તેમજ ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કામો થતા પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.